ગુજરાતમાં NDRFની 9 ટીમો કરાઇ તૈનાત
હવામાન વિભાગે કરેલી ભારેથી અતિભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ થયું છે, સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં NDRFની 9 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં નર્મદા, કચ્છ, રાજકોટ, ભાવનગર જિલ્લામાં ટીમને સ્ટેન્ડ બાય રખાઇ છે. વલસાડ, દ્વારકા, અમરેલી ગીર સોમનાથ અને સુરતમાં પણ NDRFની 1-1 ટીમ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.