તમારા નામે 9થી વધુ સીમકાર્ડ હશે તો 50 હજારનો ચાંલ્લો
સીમકાર્ડ:કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 લાગુ કરાયો છે. 26મી જૂનથી આ કાયદો લાગુ કરાયો છે. આ સાથે જ સાયબર ક્રાઈમ સામે ગાળિયો કસવામાં આવ્યો છે. તો મોબાઈલ વાપરનારાને માટે લાભદાયી બનાવાયું છે. જો કે, આ કાયદા અંતર્ગત મોબાઈલ યુઝર ભૂલ કરે તો 50 હજારથી વધુનો દંડ કરવામાં આવશે, આ સાથે જો એક વ્યક્તિના નામ પર 9થી વધારે સિમ હશે તો તેને પણ દંડ થશે.