સુનીતા વિલિયમ્સ મામલે ISRO ચીફે આપ્યા ગુડ ન્યૂઝ
ISRO ના વડા એસ સોમનાથે ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પરત ફરવાના સમાચાર આપ્યા છે. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે આખો મુદ્દો બોઈંગ સ્ટારલાઈનર નામના ક્રૂ મોડ્યુલની ક્ષમતાને લઈને છે, જેનું પરીક્ષણ કરવામાં આવશે. સ્પેસ એજન્સી પાસે તેમને પરત લાવવા માટે પૂરતી ક્ષમતા છે. ISS એ લોકો માટે લાંબા સમય સુધી રહેવા સલામત સ્થળ છે.