રશિયામાં 3 જગ્યાએ આતંકી હુમલો,9ના મોત
રશિયાના દાગિસ્તાનમાં રવિવારના રોજ આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલો બે ચર્ચ, એક સિનેગોગ (યહૂદી મંદિર) અને એક પોલીસ ચોકી પર કરવામાં આવ્યો હતો. જેમાં એક પાદરી અને 8 પોલીસકર્મીઓ સહિત કુલ 9 લોકોના કરુણ મોત થયા હોવાના સમાચાર સામે આવ્યો છે. આ સાથે 25 પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે. તે જ સમયે, 4 આતંકવાદીઓને પણ ઠાર કરાયા છે.