કચ્છ બાદ અમદાવાદમાંથી 3.5 કરોડનું ડ્રગ્સ પકડાયુ
ગુજરાત જાણે ડ્રગ્સ કેપિટલ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાંથી આજે 3.5 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ક્રાઇમબ્રાન્ચે અમેરિકાથી આવેલું પાર્સલ કબ્જે કર્યું છે. જેમાં હાઇબ્રિડ ડ્રગ્સ ઉપરાંત લિક્વિડ ગાંજો હતો. અગાઉ પણ પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ મળ્યું હતું. કચ્છમાંથી પણ હમણા દરરોજ ડ્રગ્સ મળી રહ્યું છે. ત્યારે આજે ફરી એક વખત કચ્છના જખૌમાં ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા છે.