ગુજરાત પોલીસ વિભાગનો મોટો નિર્ણય
ગુજરાત પોલીસ વિભાગે પોલીસ કર્મચારીઓને પોતાના લગ્ન માટે વેલ્ફેર ફંડમાંથી લોન આપવાનો નિર્ણય કર્યો છે. કર્મચારી પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂ. 1,50,000ની લોન લઈ શકશે. આ પહેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને તેમના સંતાનના લગ્ન માટે રૂ.1,50,000 ની લોન મળતી હતી. હવે તો પોલીસ વિભાગમાં નાની ઉંમરના કર્મચારીઓની સંખ્યા વધી ગઈ છે, તેથી આ જોગવાઈ સુધારવામાં આવી છે.