BREAKING: ભારતની દીકરીઓ ની ભવ્ય જીત
દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝની બીજી મેચમાં ભારતીય મહિલા ટીમ 4 રનથી જીતી ગઈ છે. બેટિંગમાં ભારત માટે સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીતે આજે શાનદાર સદી ફટકારી હતી. તો બોલિંગમાં પણ ભારતે સારું પ્રદર્શન કર્યું છે. પૂજા વસ્ત્રાકરે છેલ્લી ઓવરમાં બે વિકેટ લઈને મેચ ભારતના ખોળામાં નાંખી હતી.