Alka Yagnik : પ્રસિદ્ધ સિંગર અલકા યાજ્ઞિકની શ્રવણશક્તિ અચાનક જતી રહી
Alka Yagnik : બોલિવૂડની પ્રસિદ્ધ સિંગર અલકા યાજ્ઞિકની શ્રવણશક્તિ અચાનક જતી રહી છે. તેણે એક પોસ્ટ શેર કરીને આ વિશે જાણકારી આપી છે. તેણે કહ્યું, ‘થોડા સમય પહેલા હું ફ્લાઈટથી આવતી હતી ત્યારે મને ખબર પડી કે મને અચાનક સંભળાતું બંધ થઇ ગયું છે. ડૉક્ટરોએ રેર સેંસરી ન્યૂરો નર્વ હિયરીંગ લોસ તરીકે નિદાન કર્યું છે. વાયરલ હુમલા બાદ આ ઘટના બની છે. મારા માટે પ્રાર્થના કરજો. મોટેથી સંગીત વગાડવાથી અને હેડફોનથી સાવચેત રહો.