રાજકોટ અગ્નિકાંડમાં નવો ખુલાસો
રાજકોટ અગ્નિકાંડમાં નવો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર આ કેસમાં SITએ કોર્ટમાં જણાવ્યું છે કે, ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની કોઇ અરજી કોર્પોરેશનમાં કરાઈ નથી. 25 મેના રોજ આગ લાગી હતી અને 26 મેના રોજ ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. RMCના ઓરિજનલ રજિસ્ટરનો કોઈ અતોપતો નથી.