MANDVI : વકીલો દ્વારા બાઈક રેલી યોજી વિરોધ વ્યક્ત કરાયો

MANDVI _ માંડવીને ફેમિલી કોર્ટ ન મળતાં બાર એસો.ના વકીલોએ શહેરમાં બાઈક રેલીથી વિરોધ પ્રદર્શિત કર્યો

MANDVI માંડવીને ફેમીલી કોર્ટ ન ફાળવાતાં માંડવી બાર ” એસોસીએશનના તમામ સભ્યો કોર્ટની કામગીરીથી અંગેની વહીવટી પ્રક્રિયાથી તા. ૨૯-૫-૨૪ થી અળગ રહીને અચોક્કસ મુદત માટે પ્રજાલક્ષી લડત ચાલુ રાખી છે. જે અંતર્ગત આજ રોજ સવારે ૧૧.૦૦ કલાકે કોર્ટમાંથી તમામ વકીલોએ બાઈક રેલી શહેરમાં કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

MANDVI કોર્ટથી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાને હારારોપણ કરી ત્યાંથી બંદર રોડ, જી.ટી. રોડ, શાક માર્કેટ, કે. ટી. શાહ રોડ, સોના ચાંદી બજાર, સાંજીપડી, તળાવવાળા નાકા, મચ્છીપીઠ, જૂના સ્વામીનારાયણ મંદિર, નવાપુરા, આઝાદ ચોક, નાનાલાલ વોરા માર્ગથી કોર્ટ મધ્યે પહોંચેલ હતી.

MANDVI ચાર દિવસ પહેલાં લડત બાબતે – માંડવીની કોર્ટ બિલ્ડિંગ મધ્યે આવેલા બાર રૂમમાં અનેક સંસ્થાઓ અને વકીલોની બેઠક યોજાઈ હતી, જેમાં ૨૫ જેટલી સંસ્થાએ માંડવી બારને સમર્થન આપી આ નર્ણયિને વખોડયો – હોવાનો દાવો કરાયો હતો. ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી વધુ વસ્તી અને વિસ્તાર ધરાવતા કચ્છમાં ફેમિલી

MANDVI કોર્ટ માટે એક જ હોવાથી નખત્રાણા,ભુજ, મુંદરા, ગાંધીધામ, ભચાઉ તાલુકાને અલગ-અલગ સીટિંગ અને કાર્યકારી દિવસ ફાળવાયેલા હોવાથી લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે અને માંડવીને બદલે મુંદરામાં હોતાં માંડવીના છેવાડાના ગામડાઓના અરજદારોને ભરણપોષણ, હિન્દુ મેરેજ સહિતના કેસો માટે લાંબા અંતરે ન્યાય માટે જવું પડે છે. માંડવી બાર અને અનેક સંસ્થાઓએ એક સ્વરે થઈ માંડવીને ફેમિલી કોર્ટ ફાળવાય તેવી માંગ કરી હતી. આ અંગે હાઈકોર્ટ, જિલ્લા કલેકટર, મામલતદાર,

MANDVI સ્થાનિક ધારાસભ્ય સહિત સંબંધિત તંત્રને રજૂઆત કરાઈ હતી. માંડવીમાં યોજાયેલી બેઠકમાં બારના પ્રમુખ ખેરાજ એન. રાગ, મંત્રી પ્રિયેનભાઈ નાકર, ઉપપ્રમુખ અલ્તાફગની ચાવડા, ખજાનચી નીરવભાઈ સોની, સહમંત્રી પ્રવીણભાઈ ગજરા, સિનિયર ધારાશાત્રીઓ હરિશભાઈ ગણાત્રા, રાજેશભાઈ ભટ્ટ, દીપકભાઈ સોની, સુલેમાન રાયમા, કીર્તિભાઈ સોની, લક્ષ્મીચંદ ફુફલ, અરવિંદસિંહ જાડેજા તથા બારના તમામ સભ્યો તથા અન્ય સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *