હવે ચાર મહિના નહીં થાય સિંહ દર્શન
જૂનાગઢના ગીર સાસણ ખાતે 16 જુનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન વેકેશન રહેવાનું છે. તેથી પ્રવાસીઓને સિંહ દર્શન નહીં થાય. પ્રવાસીઓ માટે સિંહ દર્શન પર પ્રતિબંધ રહેશે. દર વર્ષે જ 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન હોય છે. આ દરમિયાન સફારીનું મેન્ટેનન્સ કાર્ય થાય છે. સાથે સિંહનો પ્રજનનનો સમય હોય છે. આ વર્ષે અત્યાર સુધીમાં 8 લાખથી વધુ પ્રવાસીઓએ સાસણ ગિરની મુલાકાત લીધી છે.