માંડવી તાલુકા ના ફરાદી ગામ માં ૧૦ દિવસીય ”સુષ્મ કૌશલ્યઉદ્યમિતા વિકાસ કાર્યક્રમ” ઈડીઆઈઆઈ અને ટાટા પાવર ના આર્થિક સહયોગ થી સફળતાપૂર્વક સંપન્ન થયો.
જેમાં ફરાદી ગામ ના વણકર સમાજ ના મિત્રો ને મુખ્યત્વે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પાયાની જરૂરિયાતો કઈ છે તેની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.
૧૦ દિવસીય તાલીમ માં વણકરમિત્રો ને હેન્ડલૂમ માર્કેટ માં નેચરલ યાર્ન ડાઇંગ માં નેચરલ કલર જેવા કે ઈન્ડિગો,મેરીગોલ્ડ ના ફૂલ,દાડમ ની છાલ,ડુંગળી ની છાલ સાથે કલર નું મહત્વ પ્રેક્ટિકલ નોલેજ ટ્રેનિંગ દરમિયાન નેચરલ ડાઇંગ ના તજજ્ઞ ભુજૉડી ના ડાયાભાઇ કુડેચા દ્વારા આપવામાં આવ્યું હતું.
વણકરો ને વધુમાં સોશ્યિલ મીડિયા માર્કેટિંગ / કોસ્ટીન્ગ / પેકેજિન્ગ / લેબલિંગ વગેરે નું મહત્વ એસ ટી ઇ ફેશન પ્રાઇવેટ લિમિટેડ ના શ્રી સંજય ભાઈ પરમાર,અમદાવાદ દ્વારા આપવામાં આવ્યું.
ટ્રેનિંગ ના અંતિમ ચરણ માં વણકર મિત્રો ને અન્ય સંશ્થાઓ ની કામગીરી કરવાની પદ્ધતિ જાણવાના હેતુથી કચ્છ ની જાણીતી સંશ્થા એલ.એલ.ડી.સી શ્રુજન તથા અજરખપુર ખાતે ડાઇંગ યુનિટ ની કામગીરી જાણવા એક્સપોઝર વિઝિટ નું સુચારુ આયોજન સંશ્થા દ્વારા કરવામાં આવું હતું જેમાં ગામ ના 29 ભાઈ અને બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ તાલીમ ને સફળ બનાવવામાં ઇ ડી આઇ ના પ્રોજેક્ટ મેનેજર શ્રી આનંદ નંદાણીયા અને શ્રી કરીમ ભાઈ સંઘાર તથા હિતેશ મારવાડા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.