રમણીય સમુદ્ર કાંઠે વસેલા માંડવી નગરે ૭મી જુલાઈના રોજ આધ્યાત્મિક ઉર્જા સાથે જૈનાચાર્ય યશોવિજય સુરીશ્વરજી મહારાજાનો ચાતુર્માસ પ્રવેશોત્સવ દબદબાભેર ઉજવાશે.
રમણીય સમુદ્ર કાંઠે વસેલા માંડવી નગરે ૭મી જુલાઈને રવિવારના રોજ આધ્યાત્મિક ઉર્જા સાથે સંસ્કારોની સુગંધથી સુશોભિત ચાતુર્માસ પ્રવેશોત્સવ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘમાં દબદબાભેર ભારે ઉલ્લાસભેર ઉજવાશે.
જ્ઞાન જ્યોતિર્ધર, પુણ્યમૂર્તિ, સૌમ્ય સ્વાભાવી, પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય યશોવિજયસૂરીશ્વરજી મહારાજા આદિઠાણા ૪ તથા પરમ પૂજ્ય બાપજી મહારાજ સાહેબના સમુદાયના પૂજ્ય સરળસ્વભાવી આચાર્ય ભગવંત શ્રી પુંડરીકરરત્ન સૂરીશ્ર્વરજી મહારાજના આજ્ઞાનુવર્તિની પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી કલાવતીશ્રીજી મહારાજ આદિઠાણા ૪ નો ચાતુર્માસ મંગલ પ્રવેશ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ માંડવી નગરે તા. ૦૭/૦૭ ને રવિવારના સવારના માંડવીના પાંચેગચ્છના ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં ભવ્યતિભવ્ય સામૈયા સાથે થનાર હોવાનું શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ તથા પૂર્વ ટ્રસ્ટી અને મિડીયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, જૈનાચાર્ય યશોવિજય સુરીશ્ર્વરજી મહારાજા આદીથાણાએ બે વર્ષ પહેલા ભુજમાં ચાતુર્માસ કરેલ ત્યારે તેમની નિશ્રામાં 216 તપસ્વીઓએ માસક્ષમણ (૩૦ ઉપવાસ)ની આરાધના નિર્વિગ્ને કરી હતી. જૈનાચાર્ય યશોવિજય સુરીશ્વરજી મહારાજા અદિઠાણાના ચાતુર્માસ નો લાભ મળતા માંડવીમાં માત્ર તપગચ્છ જૈન સંઘ જ નહિ પરંતુ માંડવીના સમસ્ત જૈન સમાજમાં પાંચેગચ્છમાં આનંદની લાગણી ફેલાઈ છે.