File photo
Chhattisgarh / છત્તીસગઢ પોલીસે ફરી એકવાર નક્સલવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. અહીં નારાયણપુર-દંતેવાડાના સરહદી વિસ્તારમાં ડીઆરજી જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ 7 નક્સલીઓને ઠાર કર્યા છે. 8 લાખનું ઈનામ ધરાવતો નક્સલવાદી કમાન્ડર પણ માર્યો ગયો છે. અથડામણમાં ત્રણ જવાનો પણ ઘાયલ થયા છે. નક્સલવાદીઓના મૃતદેહ સાથે મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. હજુ ઓપરેશન ચાલુ છે.