આ વખતે NDAને 293 સીટો સાથે બહુમતી મળી છે. એનડીએ સતત ત્રીજી વખત બહુમતી મેળવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. દેશમાં ફરી એકવાર તેમની સરકાર બની શકે છે.
લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળ્યા બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ની સાથે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા બ્લોક પણ દિલ્હીમાં સતત બેઠકો યોજી રહ્યા છે. આજે નરેન્દ્ર મોદી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે મોદી 9 જૂને વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ત્રીજી વખત બહુમતી મેળવી છે. એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી છે. જો કે, ભાજપ એકલા બહુમતીના આંક (272)ને સ્પર્શી શક્યું ન હતું અને માત્ર 240 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. વિપક્ષી ભારતીય બ્લોકને 234 બેઠકો મળી છે.જો કે આ વખતે ભાજપના નેતૃત્વમાં બનેલી સરકારમાં તેના બે સહયોગી પક્ષો ટીડીપી અને જેડીયુની ભૂમિકા સૌથી મહત્વની રહેવાની છે. એનડીએમાં બીજા અને ત્રીજા સૌથી મોટા પક્ષો અનુક્રમે ટીડીપી અને જેડીયુ છે. ટીડીપી પાસે 16 અને જેડીયુ પાસે 12 સાંસદ છે.
મોદીનાં નામનું હું સમર્થન કરું છુંઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે લોકસભામાં બીજી વખત જીતવા માટે તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું. તેમજ રક્ષામંત્રી રાજનાથસિહે લોકસભાનાં નેતા, બીજેપી અને એનડીએ સંસદીય દલનાં નેતાનાં રૂપમાં નરેન્દ્ર મોદીનાં નામનો પ્રસ્વાત રજૂ કર્યો હતો. જેનું હું દિલથી સમર્થન કરૂ છું. તેમણે આગળ કહ્યું કે આ પ્રસ્તાવ માત્ર અહીંયા બેઠેલા લોકોની ઈચ્છા નથી. આ દેશની 140 કરોડ લોકોનો પ્રસ્તાવ છે. આ દેશનો આવાજ છે. વડાપ્રધાન મોદી આગામી 5 વર્ષ માટે દેશનું નેતૃત્વ કરશે.
નરેન્દ્ર મોદી NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા
નરેન્દ્ર મોદી NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. રાજનાથ સિંહે શુક્રવારે જૂના સંસદ ભવનમાં એનડી સંસદીય દળની બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ દરમિયાન ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ મંચ પર હાજર હતા. આ દરમિયાન બીજેપી સાંસદ રાજનાથ સિંહે કહ્યું, ‘હું તમામ નવા ચૂંટાયેલા સાંસદોને અભિનંદન આપવા માંગુ છું. આજે અમે અહીં NDAના નેતાની પસંદગી કરવા આવ્યા છીએ. હું માનું છું કે આ તમામ પદો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સૌથી યોગ્ય છે.
નરેન્દ્ર મોદીને અમારૂ પૂરે પૂરુ સમર્થન છેઃ ચંદ્રબાબુ નાયડું
એનડીએની સંસદીય દળની બેઠકમાં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુંએ કહ્યું કે, તમામ લોકો તમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કેમ કે અમે શાનદાર બહુમતી હાંસલ કરી છે. મે ચૂંટણી પ્રચાર દરમ્યાન દેખ્યું કે 3 મહીના સુધી વડાપ્રધાને આરામ નથી કર્યો. તેમણે દિવસ રાત પ્રચાર કર્યો છે. આંધ્ર પ્રદેશમાં અમે 3 જાહેર સભાઓ અને 1 મોટી રેલી કરી. જેથી આંધ્રપ્રદેશમાં ચૂંટણી જીતવામાં મોટો તફાવત સર્જાયો. પીએમ મોદીએ દેશ માટે કામ કરવું જોઈએ. અમારો તેમને સંપૂર્ણ સમર્થન છે.
આખો દિવસ વડાપ્રધાન સાથે રહેશેઃ નીતિશ કુમાર
જેડીયુ વતી નીતિશ કુમારે ભારતના વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું, તેઓ 10 વર્ષથી વડાપ્રધાન છે. ફરી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છીએ. આ સમગ્ર દેશની સેવા છે અને મને પૂરો વિશ્વાસ છે કે જે પણ બચશે તે અમે આગામી સમયમાં પૂર્ણ કરીશું. તેમજ અમે તેઓની સાથે છીએ.
સંસદીય દળની મળેલી બેઠકમાં ત્રીજી વખત વડાપ્રધાન મોદીનું નામ સર્વાનુંમતે નક્કી કરવામાં આવ્યું છે. વડાપ્રધાને તેઓનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે, હું સૌ પ્રથમ તો આ સભાગૃહમાં ઉપસ્થિત એનડીએ ઘટક દળનાં તમામ નેતાઓ તેમજ નવા ચૂંટાયેલા સાંસદોનો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરૂ છું.
દિવસ રાત જોયા વગર કામ કરનાર કાર્યકરોનો આભાર માન્યો
જે મિત્રો વિજયી થઈને આવ્યા છે તે તમામ લોકો શુભેચ્છાઓને પાત્ર છે. તેમજ જે કાર્યકરોએ દિવસ રાત દેખ્યા વગર ભયંકર ગરમીમાં જે પુરૂષાર્થ કર્યો છે મહેનત કરી છે તેઓને માથું નમાવીને નમન કરુ છું. મિત્રો મારૂ સૌભાગ્ય છે કે એનડીએનાં નેતાનાં રૂપમાં મને ચૂંટી મને એક નવું નેતૃત્વ આપ્યું છે. વ્યક્તિગત જીવનમાં હું એક જવાબદારીનો અહેસાસ કરુ છું. જ્યારે હું 2019 માં નેતાનાં રૂપમાં ચૂંટાયો હતો. ત્યારે ફરી એક વખત તમે લોકો મને ફરી એક વખત આ નેતૃત્વ આપો છે. જેનાથી એક વાત સાબિત થાય છે કે આપણી વચ્ચે એક અતૂટ સબંધ છે. એટલે આ જ પળ છે તે મને ભાવુક કરનાર છે. તેમજ તમારો લોકોનો આભાર માનું એટલો ઓછો છે.
22 રાજ્યોમાં ભવ્ય વિજય અપાવી સેવા કરવાની તક આપીઃ વડાપ્રધાન
ખૂબ ઓછા લોકો આ વાતોની ચર્ચા કરે છે. કદાચ તેમને ખબર નહી હોય. આજે એનડીએને લોકોએ 22 રાજ્યોમાં ભવ્ય વિજય અપાવી સેવા કરવાની તક આપી છે. અમારૂ આ ગઠબંધન સાચા અર્થમાં ભારતનો જે આત્મા છે. ભારતની જડોમાં જે રહેલો છે. તેનું આ એક પ્રતિબિંબ છે. અને હું આ એટલા માટે કહું છુ કે જરા નજર કરો જ્યાં અમારા આદિવાસી બંધુઓની સંખ્યા વધુ છે. એવા 10 રાજ્યોમાંથી 7 રાજ્યોમાં એનડીએ સેવા કરી રહી છે.