વડાપ્રધાન પદેથી નરેન્દ્ર મોદીનું (modi) રાજીનામું, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ કર્યો રાજીનામાનો સ્વીકાર
લોકસભા ચૂંટણીનો આખરે અંત આવ્યો. સાત તબક્કામાં યોજાયેલી ચૂંટણીનું ગઈકાલ 4થી જૂનના પરિણામ જાહેર થઈ ચૂક્યૂં છે. લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી છે અને તે ત્રીજીવાર સરકાર બનાવવા જઇ રહ્યા છે. ત્યારે નવી સરકાર ક્યારે શપત ગ્રહણ કરશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (modi) નો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને સાંજે યોજાઈ શકે છે.
એક બાજુ ચૂંટણી પૂર્ણ થતાની સાથે રાજકિય પક્ષોમાં ધામધમી જોવા મળી રહી છે. તો બીજી બાજું ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના (modi) શપત ગૃહણની તૈયારીઓ શરૂ થઈ ચૂંકી છે. પાર્ટીમાં તૈયારીઓ પર મંથન ચાલી રહ્યુ છે. જ્યારે નવી કેબિનેટમાં ચહેરાઓ અંગે સાથી પક્ષો સાથે વાતચીત અને બેઠકોનો દોર પણ તેજ બન્યો છે. બે-ત્રણ દિવસમાં આ નામો ફાઇનલ થાય તેવી શકયતા છે.
લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ ભાજપ પાર્ટીને 240 બેઠકો મળી જેનો અર્થ છે કે ભાજપ એક હાથ ચૂંટણી જીત શક્યું નથી. જ્યારે NDA સરકારને 292 સીટ મળી છે. તો બીજી બાજું ગુજરાતમાં (modi) મોદી સરકારને 26માંથી 25 બેઠક પ્રાપ્ત થઈ. જ્યારે 2019ની ચૂંટણીમાં ગુજરાતની તમામ સીટ પર ભાજપને દબદબો હતો. આવી સ્થિતિમાં હવે માત્ર નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ જ કિંગ મેકરની ભૂમિકામાં રહેશે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં ભાજપે 400થી વધુનો સ્લોગન આપ્યો હતો.
તો બીજી બાજું કોંગ્રેસને પુર દેશમાંથી 99 સીટ પ્રાપ્ત થઈ છે. જ્યારે INDIA ગઠબંધનને 234 બેઠકો પ્રાપ્ત થઈ છે. જ્યારે ગુજરાતમાં બનાસકાંઠાની સીટ પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને વીજય મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રબાબુ નાયડુની ટીડીપીને 16 અને નીતિશ કુમારની જેડીયુએ 12 બેઠકો પર જીત મેળવી છે. આ સાથે ઇન્ડિયા એલાયન્સના ભાગીદાર અખિલેશની સપાએ 37 બેઠકો, મમતાની ટીએમસીએ 29 બેઠકો અને આરજેડીએ 4 બેઠકો જીતી છે.