BREAKING અમદાવાદના ચાર મિત્રો ગળતેશ્વરમાં ડુબ્યા:સ્થાનિક તરવૈયાઓએ ત્રણના મૃતદેહો બહાર કાઢ્યા,

File photo

અમદાવાદથી 9 જેટલા મિત્રો ગળતેશ્વર ફરવા માટે આવ્યાં હતા. તે દરમિયાન ગળતેશ્વરની મહીસાગર નદીમાં ન્હાવા આવેલા પૈકી ચાર મિત્રો ડૂબ્યા હતા. જે બાદ ઘટનાસ્થળે ઉપસ્થિત સ્થાનિક તરવૈયાઓએ 4 માંથી એકનો જીવ બચાવી લીધો હતો. જોકે, ત્રણના ખાલી મૃતદેહ જ હાથ લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સેવાલીયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *