World Milk Day : 1 જૂને વર્લ્ડ મિલ્ક ડે મનાવવામાં આવે છે
World Milk Day : વિશ્વ દૂધ દિવસનો ઇતિહાસ?
તમને જણાવી દઈએ કે દૂધ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 1લી જૂને વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી વર્ષ 2001માં શરૂ થઈ હતી, જ્યારે સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠને વિશ્વ દૂધ દિવસની સ્થાપના કરી હતી. મિલ્ક ડે મનાવવા પાછળનું કારણ લોકોને દૂધના ફાયદા વિશે જણાવવાનું છે. દૂધ પીવું શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. ડૉક્ટરો પણ ઘણી વખત બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને દૂધ પીવાની સલાહ આપે છે. કારણ કે દૂધમાં ઘણા પ્રકારના વિટામિન અને પ્રોટીન મળી આવે છે.
World Milk Day : વિશ્વ દૂધ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
મિલ્ક ડે મનાવવાનો હેતુ લોકોને દૂધના ફાયદા જણાવવાનો છે. આ દિવસ દ્વારા, સામાન્ય લોકોને પણ જણાવવામાં આવે છે કે દૂધ સ્થાનિક અર્થતંત્રો અને સમુદાયોને કેવી રીતે લાભ કરે છે. FAO અનુસાર, લગભગ છ અબજ લોકો ડેરી ઉત્પાદનોનો વપરાશ કરે છે. આ ઉપરાંત ડેરી વ્યવસાય એક અબજથી વધુ લોકોની આજીવિકામાં મદદ કરે છે.
રાષ્ટ્રીય દૂધ દિવસ
ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં, આ દિવસ ડો. વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે, જેમને ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા પણ કહેવામાં આવે છે. તેમને ‘મિલ્ક મેન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કુરિયને વર્ષ 1970માં શ્વેત ક્રાંતિની શરૂઆત કરી હતી. તેનો ઉદ્દેશ્ય ભારતમાં દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો હતો. ડો. વર્ગીસ કુરિયન 1965 થી 1998 સુધી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષ હતા. આ સમય દરમિયાન તેમણે દેશના ખૂણે ખૂણે દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો. તેમના પ્રયાસોને કારણે ભારત આજે વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશોમાંનો એક બની ગયો છે.