RAJKOT / રાજકોટ અગ્નિકાંડના આરોપીઓના 14 દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર, મુખ્ય પાપી યુવરાજસિંહ રડી પડ્યો

RAJKOT / રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપીઓને સેશન્સ કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

RAJKOT / રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરાઈ પોલીસે રિમાન્ડ મેળવ્યા છે. TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપીઓને સેશન્સ કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

RAJKOT / કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

RAJKOT / આરોપી રાહુલ રાઠોડ, યુવરાજસિંહ સોલંકી અને નીતિન જૈનને કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. કોર્ટમાં સરકારી વકીલ જણાવ્યું હતું કે, મોતનો આંકડો હજુ વધી શકે છે. ગેમઝોનમાં કેટલા કર્મીઓ હતા તેની પણ આરોપીઓએ માહિતી આપી નથી. આરોપીઓ તપાસમાં યોગ્ય સહયોગ આપતા નથી.

RAJKOT / આરોપી મગરમચ્છના આસુંએ રડ્યા

આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટમાં રડવા લાગ્યો હતો. કોર્ટ શરૂ થાય તે પહેલા જ આરોપી યુવરાજસિંહ સોલંકી મગરમચ્છના આસુ બતાવ્યા હતાં. યુવરાજસિંહ સોલંકીએ રડીને અફસોસ વ્યક્ત કર્યો હતો

RAJKOT / બાર એસો.એ કોર્ટ સમક્ષ કરી હતી દલીલો

પીડિતો તરફથી બાર એસો.એ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પીડિત પરિવાર અહીંયા આવી શકે તેવી સ્થિતિ નથી. પીડિત પરિવારના બદલામાં બાર એસો.ઉભું છે. ગુજરાતમાં વારંવાર આવી દુર્ઘટના બની રહી છે અને આગ લાગી તેમા કોઇ કલમનો ઉમેરો કરવાનો રિપોર્ટ નથી કરવામાં આવ્યો, કાટમાળમાંથી મૃતકોના અવશેષો મળી રહ્યા છે. FSL આવ્યા પહેલા કાટમાળ હટાવી પુરાવાનો નાશ કરાવવાનો પ્રયાસ થયો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *