માંડવી અયલગચ્છ જૈન સંઘના વર્ષ 2024-2026 ના ત્રણ વર્ષ માટે હોદેદારો અને ટ્રસ્ટીઓની તાજેતરમાં વરણી કરવામાં આવી હતી.
માંડવી અયલગચ્છ જૈન સંઘના પ્રમુખ તરીકે મયુર ભાઈ પી.શાહની ત્રણ વર્ષ માટે પુનઃ વરણી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે પંકજભાઈ કે.શાહ, મંત્રી તરીકે મનોજભાઈ. એન શાહ(જંગબારી), ખજાનચી તરીકે નિશાંતભાઈ એસ.શાહ(સી.એ.) અને સહમંત્રી તરીકે કુમારભાઈ એન. શાહ ની વરણી કરવામાં આવી હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.માંડવી અચલગચ્છ જૈન સંઘમાં નવ કારોબારી સભ્યો લેવામાં આવ્યા છે. જેમાં રમેન્દ્રભાઈ વિ.શાહ (મમા કાકા), સુનિલભાઈ કે.શાહ,મનોજભાઈ સી.શાહ,ઝરણભાઇ બી.શાહ, કિશોર એમ.શાહ ધવલભાઈ જે.શાહ,ભૌતિકભાઈ એમ.શાહ, મેહુલભાઈ કે.શાહ અને દીપ જે.લાલન નો સમાવેશ થાય છે.