14 વર્ષના લાંબા સમયબાદ વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા કચ્છી સંતો આ વર્ષે કચ્છ જિલ્લામાં ચાતુર્માસ કરશે
૭મી જુલાઇના માંડવી તાલુકાના માપર ગામે ચાતુર્માસ મંગલ પ્રવેશ કરશે
૪ વર્ષના લાંબા સમયબાદ વ્યસનમુક્તિ અભિયાન ના પ્રણેતા કચ્છી જૈન સંતો આ વર્ષે કચ્છ જિલ્લામાં માંડવી તાલુકાના માપર ગામે તા. ૦૭-૦૭-૨૦૨૪ને રવિવારના રોજ ચાતુર્માસ મંગલ પ્રવેશ કરશે.
કચ્છ આઠ કોટી મોટી પક્ષ જૈન સંપ્રદાયના પરમ પૂજ્ય તપસ્વીવર્ય ગુરુદેવ ધીરજલાલ મહારાજ સાહેબના શિષ્યરત્ન અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશમુની ” આનંદ” મહારાજ સાહેબ (ભોજાય કચ્છ ના વતની) અને તેમના શિષ્યરત્ન પરમપૂજ્ય ઓજસમુની “મંગલ” મહારાજ સાહેબ (બેરાજા કચ્છના વતની) એ ૧૪ વર્ષમા ભારતના જુદા જુદા રાજ્યોમાં ઐતિહાસિક ચાતુર્માસ કરીને અનેક લોકોને વ્યસનમુક્તિ કર્યા હોવાનુ પરમ પૂજ્ય નરેશમુની પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના મોભી ઈશ્વરભાઈ દેસાઈ, સંસ્થાના પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ, મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહ, ટ્રસ્ટી મુકેશભાઈ મહેતા અને સંદીપભાઈ શાહે જણાવ્યું હતું
આ વર્ષે મહારાજ સાહેબના સાનિધ્યમાં અને તેમના માર્ગદર્શન થી કચ્છ જિલ્લામાં વ્યસનમુક્તિની પ્રવૃત્તિ વેગ પકડનાર હોવાનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.