માંડવીના ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજીની ધ્વજારોહણ નો કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગે ચંગે સંપન્ન થયો
માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચેગચ્છના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા.
બંદરીય માંડવી શહેરના તપગચ્છ જૈન સંધના શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજીની ધ્વજારોહણ નો કાર્યક્રમ તા-૧૩/૦૫ ને સોમવારના ભક્તિભાવ પૂર્વક રંગચંગે સંપન્ન થયો હતો. જેમાં માંડવીના સમસ્ત જૈન સમાજના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.સોમવારના સવારે 10 કલાકે, શીતલ મંડળ તથા ત્રીસલા મંડળ ની બહેનોએ સતરભેદી પૂજા ભક્તિ ભાવપૂર્વક ભણાવી હતી. જેમાં માંડવી સમસ્ત જૈન સમાજના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સવારે 11:00 કલાકે ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજીની ધ્વજા સંબંધી ચડાવા લેવા માં આવ્યા હતા. જેમાં ભાવિકો મન મૂકીને વરસ્યા હતા.
૧૨:૩૯ વાગે વિજય મુહૂર્તે માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) હસ્તે : વિરલભાઈ દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) એ ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજીની ધ્વજા ડગાળાવાલા પરિવારે ચડાવી હોવાનું તપગચ્છ જૈન સંધના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું, ધ્વજા ચડાવ્યા બાદ તપગચ્છ જૈન સંઘ નું સ્વામીવાત્સલ્ય, શ્રી જે.આર. ડી ધાર્મિક ભક્તિ હોલમાં સ્વામીવાત્સલ્યનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે અન્ય લાભોમાં ધ્વજા લઈને પ્રદક્ષિણા કરવાનો લાભ માતૃશ્રી મણીબેન હિરજી વલ્લભજી સંઘવી પરિવારે , પ્રભુજીની ધ્વજા ચડાવવાનો લાભ માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા- ડગાળાવાલા (હસ્તે – વિરલભાઈ) એ, પ્રભુજીની ધ્વજાને પ્રદક્ષિણામાં ધૂપ લઈને ચાલવાનો લાભ સંધવી પૂર્ણિમાબેન વૃજલાલ પરિવારે, દીપક લઈને ચાલવાનો લાભ માતૃશ્રી પુષ્પાબેન પ્રભુલાલ વલ્લભજી સંઘવી પરિવારે (કીડીયાનગરવાલાએ), ધ્વજાની જમણી બાજુ ચાલવાનો લાભ માતૃશ્રી સૂરજબેન હેમચંદ બોરીયા પરિવારે, ડાબી બાજુ ચામર લઈને ચાલવાનો લાભ માતૃશ્રી ગુણવંતીબેન ભોગીલાલ દામજી શાહ પરિવારે, ભદ્રેશ્વર તીર્થધામે ૧૮ નંબરની ડેરીમાં ધ્વજા ચડાવવાનું લાભ માતૃશ્રી પુષ્પાબેન પ્રભુલાલ વલ્લભજી સંઘવી (કીડીયાનગરવાલા)એ,આરતી નો લાભ માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) પરિવારે,મંગલ દિવાનો લાભ માતૃશ્રી ગુણવંતીબેન ભોગીલાલ દામજી શાહ પરિવારે અને શાંતિકળશનો લાભ વંશ જીતેન્દ્રભાઈ પારેખે થી લીધો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંધના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ, શ્રેષ્ઠીવર્ય ભરતભાઈ મહેતા ડગાળાવાલા અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે અખબારી યાદીમાં જણાવ્યું હતું.