APMC / માંડવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના બે ડાયરેક્ટર સસ્પેન્ડ થયા તો ઇફ્કોના કેમ નહીં

APMC / માંડવીમાં એક વર્ષ પહેલા એપીએમસી ચેરમેનની ટર્મ પૂરી થતા નવાની નિમણૂક કરવાની પ્રક્રિયામાં પાર્ટીના મેન્ડેટ ખોલવા નહિ દેવા સામે પાર્ટીએ ચેરમેન અને ડાયરેક્ટરને સસ્પેન્ડ કર્યા હતા. તાજેતરમાં ઇફ્કો બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીમાં પાર્ટીએ મેન્ડેટ આપ્યો તેની સામે પાર્ટીનાએજ બળવો કરી ચૂંટણી લડ્યા તેમને સસ્પેન્ડ કરી બતાવો તેવી ટ્વિટ માંડવી એપીએમસીના સસ્પેન્ડ કરાયેલા ડાયરેકટરે કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.

APMC / એક વર્ષ પહેલા સસ્પેન્ડ કરાયેલા ડાયરેક્ટરે ટ્વિટ કરતાં રાજકારણમાં ગરમાવો

APMC / 20 એપ્રિલ 2023ના ચેરમેન પદની વરણી કરવા માટે જિલ્લા ભાજપના બે મોવડીઓ પાર્ટીનું મેન્ડેટ લઇ આવ્યા હતા.મેન્ડેટ ખોલવા નહિ દેવાના આક્ષેપ સાથે તત્કાલ સમયના ચેરમેને પ્રવીણ વેલાણી અને ડાયરેક્ટર રાજેન્દ્રસિંહ જાડેજાને ભારતીય જનતા પાર્ટીએ એક વર્ષ પહેલા સસ્પેન્ડ કર્યા હતા.

APMC / આંતરિક ખેંચતાણના કારણે પાર્ટીના બે લોકોનો ભોગ લેવાયો અને નવા ચેરમેન પદે કેશુભાઇ પારસિયાની નિમણૂક કરી દેવાઈ હતી. તાજેતરમા ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં ઇફકો બોર્ડ ઓફ ડિરેક્ટર માટે ભાજપ બીપીન પટેલના નામનું મેન્ડેટ બહાર પાડ્યું તેની સામે ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયા ચૂંટણી લડયા અને જીત્યા. આ બનાવ અંગે શિસ્તની આગ્રહી પાર્ટીના જવાબદારો સસ્પેન્ડ કરવા માટે મૌન ધારણ કર્યું છે.

APMC / એપીએમસીના પૂર્વ ડાયરેક્ટર રાજેન્દ્રસિંહ જાડેજા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને મહામંત્રી વિનોદ ચાવડા સામે ટ્વિટ કરીને જણાવ્યું કે પાર્ટીના મેન્ડેટ સામે લડનારાને સસ્પેન્ડ કરવાની તાકાત છે ? બીજી બાજુ પૂર્વ ચેરમેન પ્રવીણ વેલાણીએ સોશિયલ મીડિયામાં પાર્ટી શિસ્તની વાત દોહરાવી હોય તો એકને ગોળ બીજાને ખોળની નીતિ ન રાખવી જોઈએ તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *