Result : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજસેટ-2024 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 9મે ગુરુવારે જાહેર કરાયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 9 કલાકે આ પરિણામ મુકાયું છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (સીટ નંબર) એન્ટર કરીને મેળવી શકે છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકો છો.
Result : ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1 અને A2 4382 વિદ્યાર્થીઓ
ધોરણ 12 સાયન્સનું સુરત જિલ્લાનું 85.56 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 328 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે 1844 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે જ B1માં પણ 2931 અને B2માં 2994 વિદ્યાર્થીએ સૌથી વધુ ગ્રેડ મેળવ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું 93.38 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના A-1માં 1703 અને A-2માં 7203 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. આ સાથે B1માં 9844, B2માં 10013 વિદ્યાર્થી છે.