Haryana : હરિયાણાની રાજનીતિમાં મંગળવારે મોટો ઉલટફેર જોવા મળ્યો. અહીં ત્રણ અપક્ષના ધારાસભ્યોએ આજે કોંગ્રેસને પોતાનું સમર્થ આપી દીધું છે. આ તમામ ધારાસભ્ય પહેલા ભાજપની સાથે હતા. તો આજે આ ત્રણેય ધારાસભ્યોએ ભાજપની સૈની સરકારથી પોતાનું સમર્થ પરત લઈ લીધું છે. ભાજપની સરકારથી પોતાનું સમર્થ પરત લેનારા દાદરીથી ધારાસભ્ય સોમબીર સાંગવાન, નીલોખેડીથી ધારાસભ્ય ધર્મપાલ ગોંદર અને પુંડરીથી ધારાસભ્ય રણધીર ગોલનના નામ સામેલ છે.