CRIME : નાના ભાડિયા ગામે પરિણીતા એ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

CRIME: માંડવી તાલુકાના નાના ભાડિયામાં રહેતી 27 વર્ષીય પરિણીતા પૂજા મુકેશ મહેશ્વરીએ ગઇકાલે ફાંસો ખાઇ મોતને વહાલું કરી લીધું હતું. આ અંગે માંડવી સરકારી હોસ્પિટલ અને માંડવી મરીન પોલીસ મથકે મુકેશ મહેશ્વરીએ જાહેર કરેલી વિગતો મુજબ 

CRIME: તા. 3/5ના સાંજે ચા-નાસ્તો કરવા દરમ્યાન લાઇટ જતી રહેતાં મુકેશ ઘરની બહાર જતો રહ્યો હતો અને અડધા કલાક પછી ઘરે આવતાં ઘરનો દરવાજો બંધ હોઇ ખખડાવતાં ખૂલેલ નહીં. આથી દરવાજો તોડતાં મુકેશની પત્ની પૂજા પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં નજરે પડી હતી. આથી તેને માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતાં. બે વર્ષના લગ્નગાળામાં સંતાનમાં આઠ મહિનાની દીકરીને પૂજાએ પાછળ વલોપાત કરતી મૂકી અનંતની વાટ પકડી છે. માંડવી મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મરવા પાછળના કારણો શોધવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *