અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ એટલે કે AMTS દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખો પ્રયાસ, મતદાન કરનાર મતદારો માટે મફત મુસાફરીની જાહેરાત
AMTS : લોકસભા ચૂંટણીને લઈ આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે. ગુજરાતમાં પણ આવતીકાલે યોજાનાર મતદાનને લઈ તૈયારી થઈ ગઈ છે. આ દરમિયાન મતદાતાઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ એટલે કે AMTS દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, AMTS દ્વારા આવતીકાલે મતદાન કરનાર મતદારો માટે મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે.
મતદાન જાગૃતિ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા કોઈને કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ એટલે કે AMTS દ્વારા પણ મતદાન જાગૃતિને લઈ અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. આવતીકાલે લોકસભા ચૂંટણીના ત્રીજ તબક્કામાં મતદાન કરનાર મતદારોને AMTS દ્વારા મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. જોકે મફત મુસાફર માટે મતદાતા સહી કરેલી આંગળી બતાવવી પડશે. મહત્વનું છે કે, લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે AMTS દ્વારા નિર્ણય કરાયો છે.