Gandhidham / દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતને આગળ લઈ જવા માટે કટિબદ્ધ છે. આ ચૂંટણી વડાપ્રધાનના વિજયી અને વિકસિત ભારત બનાવવાની ચૂંટણી છે, તેવું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ ગાંધીધામ ખાતે રોડ -શો બાદ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું. તેમણે વક્તવ્ય દરમ્યાન વિપક્ષી ગઠબંધન ઉપર પણ પ્રહાર કર્યા હતા. રોડ-શોમાં વિવિધ સમાજના ટેબ્લોથી લઘુ ભારતનો માહોલ સર્જાયો હતો. રોડ-શોમાં જનમેદની ઊમટી પડી હતી. ગાંધી માર્કેટથી મુખ્ય બજારમાં રોડ-શો કર્યા બાદ ઝંડાચોકમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા રાષ્ટ્રીય પ્રમુખ શ્રી નડ્ડાએ ભારતના દરેક પ્રાંતના લોકો અહીં વસવાટ કરે છે, તેથી લઘુ ભારતની તસવીર અહીં જોઈ હોવાનું જણાવી સૌને આવકાર્યા હતા. ગાંધીધામે જે સ્વાગત કર્યું છે, લોકોમાં જે ઉત્સાહ છે, ઉમંગ-ઊર્જા છે, તે જોતાં ગાંધીધામના લોકોએ વિનોદભાઈને ત્રીજી વખત લોકસભામાં મોકલવાનું નક્કી કરી દીધું છે, તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
Gandhidham / રોડ-શોમાં વિવિધ સમાજના ટેબ્લોથી લઘુ ભારતનો માહોલ સર્જાયો
Gandhidham / છેલ્લા 10 વર્ષમાં ગાંધીધામની, ગુજરાત રાજ્યની તસવીર બદલી, ભારત આજે અગ્રણી દેશના સ્વરૂપમાં જોઈ શકાય છે. કંડલા દેશનું અગ્રણી મહાબંદર છે અને વિશ્વભરના લોકો ભારતમાં સામગ્રી મોકલવા માટે અહીં મોકલે છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતમાં હાઈવે, રેલવે, એરવેઝમાં વિકાસનું પરિવર્તન ફૂંકાયું છે. 10 વર્ષ પહેલાંના કંડલા એરપોર્ટની તસવીર અને તેનો બિઝનેસ અને આજની તસવીર જોઈ લો બિઝનેસ વધ્યો છે. આજના નેશનલ હાઈવે અને અગાઉના નેશનલ હાઈવે જોઈ લો. ગામ, ગરીબ, વંચિત, શોસિત, પિડીત, અનુસૂચિત જાતિને વડાપ્રધાનની નીતિએ તાકાત આપી છે. ઇન્દિરા ગાંધીના સમયમાં એક પંચાયતમાં બે ઘર મળતાં હતાં, આજે વડાપ્રધાને 10 વર્ષમાં છ કરોડ પાકાં ઘર બનાવ્યાં. ત્રીજી વખત વિનોદભાઈને લોકસભામાં મોકલી નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવો જેથી વધુ ત્રણ કરોડ પાકા ઘર બની જશે, તેવું જણાવ્યું હતું. સાંસદ અને ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષનું `સ્વાગત હૈ ભાઈ સ્વાગત હૈ નડ્ડા જી કા સ્વાગત હૈ’ના સૂત્રો પોકારી સ્વાગત કર્યું હતું.
Gandhidham / રાષ્ટ્રીય અધ્યક્ષ આપને સૌને મળવા આવ્યા હોવાનું કહ્યું હતું. આગામી સાત મેના આપણા સવાયા કચ્છી વડાપ્રધાનને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા ગાંધીધામ, આદિપુર, કંડલાના લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. સાંજે 6.30 વાગ્યે રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીધામ ધીરૂભાઈ શાહની પ્રતિમા પાસે આવી પહોંચતા સૌ કાર્યકરો, પક્ષના વિવિધ સંગઠનના પદાધિકારીઓ, પૂર્વ ધારાસભ્યો, ચૂંટાયેલા પદાધિકારીઓએ કમળના ફૂલ સાથે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. નાસિક ઢોલ, બેન્ડ અને ડી.જે. સાઉન્ડથી ગાંધીધામના માર્ગો ગુંજી ઊઠયા હતા. ગાંધી માર્કેટથી સરદાર વલ્લભભાઈની પ્રતિમા સુધી ફુગ્ગા, ઘજા પતાકા લગાડાયા હોવાથી બજારમાં કેસરિયો માહોલ ખડો થયો હતો.
Gandhidham / રોડ-શો શરૂ થયો ત્યારબાદ માર્ગમાં ડાન્સ અકાદમીના કલાકારોએ ભરતનાટ્ટયમ નૃત્ય દ્વારા અને પંજાબી સમાજ દ્વારા પંજાબી નૃત્ય કરીને સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત દક્ષિણ ભારતના કેરેલા, બંગાળી, આંધ્ર, કર્ણાટકના સમાજ, ટીમ – મોદી સપોર્ટર સંઘ, આર્યસમાજ, અગ્રવાલ સમાજ, રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ, અંબાજી સેવા ટ્રસ્ટ, સીતારામ પરિવાર, મારવાડી યૂથ ક્લબ, સિંધી સમાજ, લોહાણા સમાજ, રાજસ્થાની સમાજ, આહીર સમાજ, પંજાબી સમાજ, મારવાડી યુવા મંચ, સમસ્ત પાટીદાર સમાજ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મંડળ, રાવળ સમાજ, નટ સમાજ, ભીલ સમાજ, મહેશ્વરી સમાજ, ઉત્તર ભારતીય સમાજ, ભરવાડ અને રબારી સમાજ, અખિલ ભારતીય નવયુગ સંસ્થા, સનાતન રામ સેના, ચૌધરી સમાજ, યોગ ટીમ, બૃહદ જૈન સમાજ, ગુરખા સમાજ અને બ્રહ્મસમાજ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષનું સન્માન કરાયું હતું. આ વેળાએ વિવિધ સમાજો દ્વારા પુષ્પવૃષ્ટિ કરાઈ હતી અને સાંસદ અને શ્રી નડ્ડાએઁ પણ લોકો ઉપર પુષ્પો વરસાવ્યા હતા.રથમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા,અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે,મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા રથમાં સાથે હતા અને ગાંધીધામ વાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું. જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, ગાંધીધામ સુધરાઈ પ્રમુખ તેજસ શેઠ, અંજાર સુધરાઈ પ્રમુખ વૈભવ કોડરાણી, સુધરાઈ સભ્યો, વિવિધ તાલુકા, શહેર-મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોડ-શોમાં ગાંધીધામના શાકભાજીના વેપારીઓ બજાર બંધ રાખીને જોડાયા હતા. આ બદલ સમાજનું સાંસદના હસ્તે સન્માના કરાયું હતું. સભાનું સંચાલન મોમાયાભા ગઢવીએ સંભાળ્યું હતું.