UGC NET Exam 2024: દેશભરમાં ‘નેટ’ની પરીક્ષા હવે 18મી જૂને લેવાશે, આ કારણે લેવાયો નિર્ણય

UGC NET Exam 2024: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPAC)ની પ્રિલિમનરી એક્ઝામ અને નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) એક જ દિવસે આવતી હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝાયા હતાં. આ બાબતે વિદ્યાર્થીઓએ યુજીસીને જાણ કરતાં હવે નેટની પરીક્ષાની તારીખ પાછળ ધકેલાઈ છે. આ પરીક્ષા હવે 18 જૂને લેવાશે.

UGC NET Exam 2024 : યુજીસી નેટની પરીક્ષા પહેલાં 16 જૂને રવિવારના રોજ લેવામાં આવનાર હતી. પરંતુ એ જ દિવસે યુપીએસસીની પ્રિલિમનરી પરીક્ષા હોવાથી યુજીસી નેટની પરીક્ષા બે દિવસ પાછળ ધકેલાઈ છે. આ બાબતે યુજીસીના અધ્યક્ષે માહિતી આપી છે. આ પરીક્ષા ઓએમઆર પદ્ધતિએ પદ્ધતિએ દેશભરમાં એકસાથે થવાની છે. આથી વિદ્યાર્થીઓને તકલીફ ન થાય તે વાતને ધ્યાનમાં લઈ પરીક્ષાની તારીખો ફેરવવાનો નિર્ણય યુજીસીએ લીધો છે.

UGC NET Exam 2024 : નોંધનીય છે કે હવે માત્ર આસિ.પ્રોફેસર કે જૂનિયર રીસર્ચ ફેલોશિપ (JRF) માટે જ નહીં તો પીએચડીના એડમિશન માટે પણ નેટની પરીક્ષા પાસ કરવી મહત્ત્વની છે. આથી જૂન મહિનાની નેટનું મહત્ત્વ વધી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *