BJP / લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ સમવાનું નામ જ નથી લેતો. ત્યારે આજે ગાંધીનગરમાં સી.આર પાટીલના નિવાસસ્થાને મહત્તવની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા હતા.
BJP / સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજને કરી વિનંતી
આ બેઠકમાં રૂપાલાના વિવાદને લઈને સી.આર. પાટીલે હાથ જોડીને ક્ષત્રિય સમાજને માફી આપવા વિનંતી કરી હતી. સી.આર. પાટીલે કહ્યું કે, ‘રૂપાલાએ માફી માગી છતા રોષ યથાવત છે. હું પણ વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફી આપે. રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવા અંગે કોઈ વિચારણા નથી.
BJP / તુરંત બીજી બેઠક યોજાઈ
ત્યારે હવે એક બેઠક બાદ તુરંત બીજી બેઠક યોજાઈ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી, રજની પટેલ, વિનોદ ચાવડા ઉપસ્થિત રહ્યા છે. મહત્વનું છે કે, હવે અમદાવાદના ગોતામાં આવતીકાલે બપોર 3 વાગ્યે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ભાજપની બેઠક યોજાશે.
BJP / રૂપાલા વિવાદ શાંત પાડવા બેઠક
ગાંધીનગરમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને ભાજપના ક્ષત્રિય નેતા સાથે બેઠક કરી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી અને રત્નાકરજીને પણ બેઠકમાં બોલાવાયા હતી, આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, બળવંતસિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતી. આઈ.કે.જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, જયરાજસિંહ પરમાર, જયદ્રથસિંહ પરમાર પણ બેઠકમાં હાજર રહ્યાં હતા. આ બેઠકમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ કેવી રીતે શાંત પાડવો તે માટે ચર્ચા થઈ હતી.