Earthquake : કચ્છમાં રાતે 1 વાગ્યે ભૂકંપનો મોટો આંચકો આવતાં ગભરાટ,

Earthquake : કચ્છની ધરા ફરી ધ્રુજી છે. રાત્રે 12.12 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 ની નોંધાઈ

Earthquake : કચ્છની ધરા ફરી ધ્રુજી છે. રાત્રે 12.12 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 ની નોંધાઈ છે અને ખાવડા નજીક ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયુ છે. જો કે તીવ્રતા ઓછી હોવાથી કોઇ નુકશાની થઇ ન હતી.

Earthquake : ખાવડા નજીક ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયુ

કચ્છમાં મેન ફોલ્ટલાઈન વર્ષોથી સક્રિય રહી છે. અહી જમીનની બે પ્લેટ વચ્ચે ઘર્ષણ અને ટકરાવ થાય ત્યારે ભૂકંપ આવતો હોય છે. કચ્છમાં વર્ષ 2001મા વિનાશક ભૂકંપ આવ્યો હતો જેણે કચ્છને તહેસમહેસ કરી નાખ્યુ હતું. જેમા અનેક લોકોના મોત નીપજ્યા હતા. ગામેગામ સાફ થઇ ગયા હતા. સામાન્ય રીતે મોટી ફોલ્ટલાઈન જમીનની બહુ ઉંડે હોય છે અને 15-25 કિ.મી. ઉંડાઈએ આંચકા ઉદ્ભવતા હોય છે. કચ્છમાં 2001માં આવેલા તીવ્ર ભૂકંપ બાદ હજુ સુધી આફ્ટર શોક આવી રહ્યા છે. ત્યારે ગઇકાલે રાત્રે ફરી કચ્છની ધરા ધ્રુજી હતી જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઇ નુકશાની થઇ ન હતી. રાત્રે 12.12 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 ની નોંધાઈ છે અને ખાવડા નજીક ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *