NEWS ભૂજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અને દયાપર પોલીસ સ્ટેશન ની સંયુક્ત કામગીરી દ્વારા અજાણી મહિલા ને સુરક્ષિત આશ્રય આપવેલ.
NEWS ભૂજ અભયમ રેસ્કયું ટીમ દયાપર પોલીસ સ્ટેશન પહોચી મહીલા નુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે તેઓ ભુલા પડેલ છે જેઓ ને મદદ ની જરૂર હોવાથી ભૂજ ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટર માં સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે.
NEWS ગઇ તારીખ:-૦૬-૦૩-૨૦૪ ના રોજ રાત્રિ ૨૦:૪૬ ના સમયે દયાપર પોલીસ સ્ટેશન માંથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં ફોન કરી માહિતી આપેલ કે ૨૦/૦૦ વાગ્યાની આસપાસ પો.સ.ઇ શ્રી કે.એ.જાડેજા સાહેબ ને સુચના મળેલ કે ઘડૂલી ગામે આવેલ પોલીસ ચેક પોસ્ટની સામે આવેલ બસ સ્ટેશન ની પાસે એક અજાણી મહીલા જે માનસિક અસ્વસ્થ હોઇ તેવું જણાઇ આવેલ છે તેવો ફોન આવેલ છે અને તેવો જણાવેલ જગ્યાએ જઇ તપાસ કરતા એક માનસિક અસ્વસ્થ મહીલા ત્યા ઘડુલી ગામના બસ સ્ટેશન પાસે મળી આવેલ હોઇ જેની પુછપરછ કરતા પોતે પોતાનુ નામઠામ જણાવી શકેલ નહિ અને તે મહીલા માનસિક અસ્વસ્થ ની હોય તેવુ તેના વર્તન પરથી જણાવી આવેલ માનસિક અસ્વસ્થ મહીલાને દયાપર પોલીસ સ્ટેશન લઇ આવેલ પછી.મહિલા ના કાઉન્શેલિંગ કરવા માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની મદદ ની જરૂર છે
NEWS જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર પટેલ ખુશ્બૂ ,મહિલા પોલીસ કોન્સ્ટેબલ અંજલીબેન સુથાર તેમજ પાઇલોટ પરમાર ધનજીભાઈ ઘટના સ્થળે અજાણી મહિલાની મદદ માટે પહોચ્યા.ત્યારબાદ ૧૮૧ ટીમે મહિલાની સાથે શાંતચીત સ્વભાવે પૂછપરછ કરેલ તેમનું નામ, સરનામુ જાણવાના પ્રયત્ન કરેલા.તેઓ ભુલા પડેલ છે.મહિલા એ તેમનુ નામ જણાવેલ પરંતુ કોઈ સાથે વાતચીત કરવા તૈયાર નો હતાં.તેઓ તેમની જાતે વાત-ચીત કરી હસે રહ્યા હતા.તેઓ થોડા માનસિક અસ્વસ્થ ના તેમજ યાદશકિત ઓછી હોય તેમ જણાઈ રહ્યું હતુ તેમજ મહિલા ને કોઈનું નામ કે મોબાઈલ નંબર કાંઈ જ યાદ ના હતાં. ત્યાં આજુબાજુ વિસ્તારમાં મહિલા ને કોઈ ઓળખતું પણ નો હતાં.મહિલાનાં પરિવારજન ની કોઈ પણ માહીતી નો મળેલ તેથી.મહિલાને હાલ આશ્રય અને લાંબાગાળાનાં કાઉન્સેલિંગની મદદ ની જરૂર હોવાથી ભૂજ ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટર માં સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે.