માંડવીની જૈનૂતન પ્રાથમિક શાળાનું ગૌરવ વધારતા શાળાના શિક્ષિકા દીપાબેન ચૌહાણ.
માંડવીની ઈન્નરવ્હીલ ક્લબે દીપાબેનને નેશન બિલ્ડર એવોર્ડ એનાયત કર્યો.
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નુતન પ્રાથમિક શાળા નં.3 નું શાળાના શિક્ષિકા દીપાબેન ચૌહાણે ગૌરવ વધારેલ છે.
શાળાના આચાર્ય શ્રી પુનિતભાઈ વાસાણી અને શાળાની વ્યવસ્થાપન સમિતિ (એસ.એમ.સી.)ના શિક્ષણવિદ દિનેશભાઈ શાહના જણાવ્યાં મુજબ શાળાના તેજસ્વી શિક્ષિકા દીપાબેન ચૌહાણને માંડવીની ઈન્નરવ્હીલ ક્લબે નેશન બિલ્ડર (રાષ્ટ્રના નિર્માતા) એવોર્ડ ચેરમેન અને ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી નિશાબેન ઠક્કર અને બિંદુબેન ગુપ્તાના હસ્તે માંડવીના રોટરી હોલ માંડવી મદ્યે એનાયત કર્યો હતો. આમ રાષ્ટ્રના નિર્માતા એવોર્ડ મેળવીને જૈનૂતન પ્રાથમિક શાળા નં. 3નું ગૌરવ વધારેલ છે. દીપાબેન ચૌહાણની આ સિધ્ધિ બદલ તેમને શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી એસ.એમ.સી.ના પ્રમુખ કુંજલબેન શાહ, દિનેશભાઈ શાહ અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યાં હતાં. દીપાબેન ચૌહાણને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.