KUTCH : કચ્છ સહિત ગુજરાત મુંબઈ થી શિવ ભક્તો સાથે અગ્રણીઓ મહાનુભાવો એ શિવ કથા નું શ્રવણ કર્યું
મુંબઈથી કચ્છ શિવ કથા નું શ્રાવણ કરવા આવેલી મહિલાએ મહેંદી થી આબેહૂબ શિવકથાકાર ગીરીબાપુ નું ચિત્ર દોર્યું લોકોમાં આકર્ષણ બન્યું
KUTCH: જગત તાપ અને સંતાપથી ભરેલો છે. સમસ્યાઓ અને મુશ્કેલીઓ સ્વાભાવિક છે, પણ શિવભક્ત એટલે તમામ સમસ્યાઓમાંથી મુક્તિની ગેરંટી. શિવ અને પાર્વતી સમસ્ત માનવજાતના માતા-પિતા છે. જગતના માતા-પિતા સાથે તમારા માતા-પિતાની દિલથી સેવા કરશો તો જીવન કલ્યાણમય બની જશે. મૂળ ફરાદીના વતની દુબઈમાં `કારા જ્વેલર્સ’ નામની સફળ બ્રાંડના સર્જક મણિશંકર વીરજી પેથાણી પરિવાર દ્વારા આયોજિત શિવકથાનો પ્રારંભ કરાવતા ગિરિબાપુએ જણાવ્યું હતું.
KUTCH : કથાના પ્રારંભ પહેલાં ગામના મુખ્ય માર્ગેથી નીકળેલી શોભાયાત્રાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. રામાયણ અને મહાભારત સિરીયલમાં જોવા મળે એવા દૃશ્યો આજે નાના એવા ફરાદી ગામમાં જોવા મળ્યાં હતાં. મોટી શરણાઈ અને વિશાળ દુદુંભીનાદ સાથેનું નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સંભવત: સમગ્ર ભારતવર્ષમાં પ્રથમ વખત 12 જ્યોતિર્લિંગ સાથેનાં દર્શને તો કચ્છના દૂર-દૂરનાં ગામોએ ખેંચાણ અનુભવ્યું હતું. જે લોકો બારે બાર જ્યોતિર્લિંગનાં દર્શન ન કરી શકે એવા અનેક લોકો અહીં દર્શન કરી જીવનની સાર્થકતા વ્યકત કરતા જોવા મળ્યા હતા. વિશાળ વ્યવસ્થા અને સુગમ આયોજનથી કથાઆસ્વાદ સરળ બન્યો હોવાનું ધર્મપ્રેમીઓએ જણાવ્યું હતું. વડીલો અને દિવ્યાંગો માટે ગોલ્ફકાર્ટની વ્યવસ્થાથી અનેક વડીલોએ આશીર્વાદ આપ્યા હતા. કથા સમાપન બાદ મહાઆરતીમાં કથા યજમાન પરિવારના અનિલભાઈ પેથાણી, મંજુલાબેન પેથાણી, કાશીબેન અનિલ પેથાણી, નીતાબેન મોતા, સુશિલાબેન કમલેશ પેથાણી, કિરણભાઈ પેથાણી, કમલેશભાઈ પેથાણી અને નાનાલાલ ગોર વગેરે જોડાયા હતા. કથામાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, પૂર્વમંત્રી વાસણભાઈ આહીર વગેરેએ ગિરિબાપુનું સન્માન કર્યું હતું. કુલદીપસિંહ વીરેન્દ્રસિંહ જાડેજા, (ભચાઉ), અમૂલભાઈ દેઢિયા, વિક્રમસિંહ જાડેજા, જયદેવભાઈ આહીર (લંડન), વાયુભાઈ સોલંકી (સોમનાથ), ઘનશ્યામભાઈ (રાજકોટ), જનકભાઈ ગોર (ભુજ રાજગોર સમાજ પ્રમુખ), જયપ્રકાશ ગોર (મહાસભા પ્રમુખ) વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
KUTCH : આયોજન-વ્યવસ્થા કીર્તિ ગોર, પંકજભાઈ ગોર, ત્રિકમભાઈ આહીર, ગૌતમભાઈ કેલા વગેરેએ સંભાળી હતી.