કેન્દ્ર સરકારની જાહેરાત:22મીએ સવારથી બપોર સુધી દેશમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે રજા જાહેર, હવે ગુજરાત સરકાર જાહેર કરે એટલી વાર…
લોકોની લાગણી અને તેમની વિનંતીઓને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર ભારતમાં તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓમાં 22મી જાન્યુઆરી 2024ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી અડધો દિવસ રજાની જાહેરાત કરી છે. જેથી ભક્તો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિહાળી શકે.