માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને માંડવીના દાતા તરફથી રૂપિયા 41,000/- નું દાન મળ્યું.
માંડવીમાં છેલ્લા 31 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને માંડવીના દાતા તરફથી તાજેતરમાં 41000/- નું દાન મળેલ છે. સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહના જણાવ્યા મુજબ માંડવીના અ.નિ. કલ્યાણ કેશરા હિરાણીની સ્મૃતિમાં (હસ્તે:- પ્રવિણ કલ્યાણ હિરાણી, રજની કલ્યાણ હિરાણી અને નીસ્મા નરેશ મેપાણી) તરફથી માંડવીના નિખિલભાઇ રામજીભાઈ ચૌહાણની પ્રેરણાથી સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયમાં કાયમી ભોજન તિથિ માટે રૂપિયા 35,000/- અને દિવ્યાંગ છાત્રાઓ માટે રૂપિયા 6,000/- ના પુસ્તકો મળી કુલ રૂપિયા 41,000/-(એકતાલીસ હજાર) નું દાન મળેલ છે.
તાજેતરમાં સંસ્થાના કાર્યાલયમાં યોજાયેલા એક કાર્યક્રમમાં દાતા પરિવારના દાતા પ્રવિણભાઈ કલ્યાણ હિરાણી અને દાન માટે પ્રેરણા આપનાર ચૌહાણ નિખિલભાઇ રામજીભાઈએ દાનનું રૂપિયા 41000/-નો ચેક સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સહમંત્રી સુલતાનભાઇ મીર અને સહજાનચી અશ્વિનભાઈ ગજરાને અર્પણ કર્યો હતો.
સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, ઉપપ્રમુખ કમલેશભાઈ પાઠક, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સહમંત્રી સુલતાનભાઈ મીર, સહજાનચી અશ્વિનભાઈ ગજરા સહિત સંસ્થાના ટ્રસ્ટી મંડળે દાતા પ્રવિણભાઈ હિરાણી, રજનીભાઈ હિરાણી અને નિસ્મા મેપાણી તેમજ દાન માટે પ્રેરણા આપનાર નિખિલભાઇ ચૌહાણ નો આભાર માન્યો હતો.