MANDVI માંડવીમાં ૮મી જાન્યુઆરીને સોમવારથી જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં એમ.ડી.ફિઝિશિયન ડોક્ટરની સેવા રાહત ભાવે મળશે. દવામાં 50% રાહત આપવામાં આવશે.
MANDVI માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર – માંડવીમાં આજથી તા. 08/01ને સોમવારથી રવિવાર સિવાય દરરોજ સવારના 9:30 થી 2:00 વાગ્યા દરમિયાન એમ.ડી.ફિઝિશિયન ડો. નૈનેશ શાહની રાહત ભાવે સેવા મળી શકશે.
MANDVI સંસ્થાના પ્રમુખ કિરણકુમાર વાડીલાલ સંઘવી, મંત્રી અરવિંદભાઈ શાહ અને ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહના જણાવ્યા મુજબ દવામાં 50% રાહત આપવામાં આવશે દર્દીઓએ પોતાની જૂની ફાઈલ સાથે લાવવી જરૂરી છે.
ડો. નૈનેશ શાહ (એમ.ડી.ફિઝિશિયન) બ્લડપ્રેશર, ડાયાબિટીસ, થાઈરોઈડ, હૃદયના રોગો, મગજના રોગો, પેટના રોગો, કિડની ના રોગો, લોહીના રોગો, ક્રોમેટોલોજીકલ રોગો અને ચેપી રોગોની નિદાન અને સારવાર કરનાર હોવાનું સંસ્થાના પ્રમુખ ડો. કિરણભાઈ સંઘવી, ઉપ-પ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ અને સહમંત્રી મહેશભાઈ કંસારાએ જણાવેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.