PM MODI : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM MODI ) 8-10 જાન્યુઆરી, દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે.વડાપ્રધાન મોદીનો નવો સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો છે. વડાપ્રધાનનું આઠમીએ રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે ત્યાંથી સીધા રાજભવન જશે. ( PM MODI ) વડાપ્રધાન 9 જાન્યુઆરીનાં સવારે 9:30 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પહોંચશે, જ્યાં તેઓ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે અને પછી ટોચની વૈશ્વિક કંપનીઓનાં સીઇઓ સાથે બેઠક યોજશે.
બપોરે લગભગ 3 વાગે તેઓ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન મોદી 10 જાન્યુઆરીના સવારે 9:45 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદઘાટન કરશે. ત્યાર બાદ તેઓ ટોચની વૈશ્વિક કંપનીઓના સીઇઓ સાથે બેઠક યોજશે. પછી ( PM MODI ) વડાપ્રધાન ગિફ્ટ સિટીની મુલાકાત લેશે, જ્યાં સાંજે લગભગ 5:15 વાગ્યે તેઓ ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી વ્યાવસાયિક અગ્રણીઓ સાથે વાતચીત કરશે. આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશ અને 16 ભાગીદાર સંગઠન છે. ઉપરાંત પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય વાયબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ પૂર્વોત્તર ક્ષેત્રોમાં રોકાણની તકો પ્રદર્શિત કરવા માટે કરશે. સમિટમાં ઇન્ડસ્ટ્રી 4.0, ટેકનોલોજી અને ઇનોવેશન, સસ્ટેઇનેબલ મેન્યુફેક્ચારિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યૂએબલ એનર્જી તથા સસ્ટેઇનેબિલિટી તરફ ટ્રાન્ઝિશન જેવા વૈશ્વિક સ્તરે પ્રસ્તુત વિષયો પર સેમિનાર અને કોન્ફરન્સ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.