MANDVI: સેવાભાવી ડૉ. રૂપાલીબેન મોરબીયાએ જૈન સમાજનું ગૌરવ વધાર્યું.

મૂળ MANDVI માંડવીના હાલે ભુજ રહેતા સેવાભાવી ડૉ. રૂપાલીબેન મોરબીયાએ જૈન સમાજનું ગૌરવ વધાર્યું. 

જૈન સમાજના પ્રતિષ્ઠિત સમાજ રત્ન એવોર્ડ માટે ડો. રૂપાલીબેન મોરબિયાની પસંદગી થઈ. 

28મી જાન્યુઆરીના મુંબઈમાં શાનદાર સમારોહમાં ડૉ. રૂપાલીબેન મોરબીયાને સમાજરત્ન એવોર્ડ અર્પણ થશે. 

મૂળ માંડવીના MANDVI પરંતુ હાલમાં ભુજ રહેતા સેવાભાવી તબીબ ડૉ. રૂપાલીબેન શશીકાંતભાઈ ખીમજીભાઈ મોરબિયાની શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા (પાખાડી) મુંબઈ દ્વારા વર્ષ 2023 ના જૈન સમાજના પ્રતિષ્ઠિત એવોર્ડ સમાજરત્ન એવોર્ડ માટે પસંદગી થઈ છે. 

MANDVI  જૈન સમાજના પ્રતિષ્ઠિત એવોર્ડ “સમાજરત્ન એવોર્ડ” માટે પસંદગી પામીને તેમણે માંડવીના જૈન સમાજ, માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ અને ભુજના જૈન સમાજનું ગૌરવ વધારેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી, સમાજરત્ન એવોર્ડ વિજેતા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું. 

 MANDVI  ડો. રૂપાલીબેન શશીકાંતભાઈ મોરબીયા સેવાભાવી તબીબ છે અને ભુજમાં સેવા આપી રહ્યા છે. તેઓ જૈન સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો અને મહાસતીજીઓની વર્ષોથી વૈયાવચ્ચ સેવા કરી રહ્યા છે. કોરોના કાળમાં પણ તેમણે ખૂબ જ સેવા કરી છે. તેઓ દીર્ધકાલીન નેત્રદીપક કામગીરી કરી રહ્યા છે. તેઓ જૈન સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર – ભુજ અને માધાપર લોટસ ઇન્નરવિલ સંસ્થામાં સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભુજ ના સહમંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. આ બધી સેવાની કદરરૂપે ડૉ. રૂપાલીબેન મોરબીયાને સમાજરત્ન એવોર્ડ માટે મુંબઈની સંસ્થાએ પસંદગી કરી છે. અગામી 28મી જાન્યુઆરીના રોજ માટુંગા (મુંબઈ)માં એક શાનદાર સમારોહમાં ડો. રૂપાલીબેન મોરબીયાને સમાજરત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવશે. 

 MANDVI અત્રે એ ઉલ્લેખનીય છે કે, શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા (પાખાડી) મુંબઈ દ્વારા દર વર્ષે ઓલ ઇન્ડિયા લેવલે માત્ર બે જ વ્યક્તિઓને સમાજરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

MANDVI  : માંડવી ના ફાળે આ દસમો સમાજરત્ન એવોર્ડ મળેલ છે. આ અગાઉ માંડવીના જે નવ વ્યક્તિઓને સમાજ રત્ન એવોર્ડ મળેલ છે. તેમાં શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના પૂર્વ આચાર્યા સ્વ.પ્રભાબેન વસા, શ્રી સેવા મંડળ માંડવીના પૂર્વ પ્રમુખ સ્વ. જુમખભાઈ શાહ,માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પૂર્વ પ્રમુખ ડૉ. કૌશિકભાઈ શાહ, માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, સેવાભાવી જૈન આગેવાન જયેશભાઈ શાહ(જે.આર.ડી.),રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, માંડવીને કર્મભૂમિ બનાવનાર નવચેતન ભગવાન માનવ મહાવીર કલ્યાણ કેન્દ્રના પ્રમુખ વી. જી. મહેતા અને રાજેન્દ્રભાઈ એમ. શાહ(ભાછા) અને તેમના ધર્મપત્ની જ્યોતિબેન રાજેન્દ્રભાઈ શાહનો સમાવેશ થાય છે. 

ડો. રૂપાલીબેન શશીકાંતભાઈ મોરબીયાની આ સિદ્ધિ બદલ તેમને માંડવી છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ શાહ(ભાછા) અને ખજાનચી જયેશભાઈ જી. શાહ, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશી, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના પ્રમુખ વી.જી.મહેતા, ઈનરવિલ ક્લબ ઓફ માધાપર ના પ્રમુખ ડો. મમતાબેન ભટ્ટ વગેરે એ અભિનંદન પાઠવ્યા હતા. ડો. રૂપાલીબેન મોરબીયાને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *