RAJKOT : ‘હજામ’ નહીં આહિરા છીએ, સ્વીકાર નહીં થાય તો સામૂહિક આપઘાત…!
RAJKOT : મજોકઠા આહિર સમાજના આહિરા હજામ જ્ઞાતિની પીએમ, સીએમ, રાજ્યપાલ સહિતનાને રજૂઆત
RAJKOT : રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વસતા આહિરા હજામ જ્ઞાતિના લોકોને આહીર સમાજના કેટલાક લોકો દ્વારા સમાજના મુખ્ય પ્રવાહમાં નહીં ભેળવીને અન્યાય કરાતો હોવાનો આક્ષેપ સાથે રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવી વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ સહિતનાર્ને લેખિતમાં રજૂઆત કરી છે તેમજ જો 23 અટકના આહિર સમાજના માણસને ન્યાય નહીં આપવામાં આવે તો સહકુટુંબ સાથે આત્મહત્યા કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
RAJKOT : મજોકઠા આહિર સમાજ રાજકોટની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આહિરા હજામ જ્ઞાતિના લોકો ગુજરાત રાજ્યના જુદાજુદા જિલ્લામાં વસવાટ કરે છે. મુળ આહિર સમાજના માણસો છીએ અને રાજાશાહી વખતથી અમોના સમાજને આહિર સમાજ જોડે દિકરા, દિકરી, લેતીદેતીના સંબંધો રહેલા છે પરંતુ રાજાશાહી વખતમાં મોગલ બાદશાહ યુઅલ અંગદ કરણ કરવા તથા હિંન્દુ ધર્મ છોડવા બાબતે દબાણ કરેલું વડવાઓને મોગલ બાદશાહ વખતે જેલમાં પુરી દીધા હતા. વડવાઓને જેલવાસ દરમ્યાન ધાક, ધમકી આપી દબાણપૂર્વક હજામતનું કામ કરાવેલ હતું. વડવાઓએ મોગલ બાદશાહના અત્યાચારો સામે જાતરક્ષણ માટે જે તે વખતે મોગલ બાદશાહના હુકમથી હજામતપણું કર્યું હતું અને ત્યારબાદ થોડા સમય જેલમાં રાખીને અમારા વડવાઓને મુક્ત કર્યા હતા.
RAJKOT : આમ વડવાઓએ હિન્દુ ધર્મના રક્ષણ માટે મુસ્લીમ ધર્મ અંગીકાર નહીં કરી જેલવાસ દરમ્યાન હજામતનું કામ કર્યુ હતું તેથી 23 અટકના આહિરોને જે તે સમયના આહિર સમાજ દ્વારા આહિરા હજામનું ઉપનામ આપવામાં આવેલું હતું અને હજામત કરેલ
હોય જે બાબતે અમોને આહિર સમાજમાં નીચું દેખાડવા તથા અપમાનીત રીતે જોવા આહીરા હજામ તરીકે ઓળખવામાં આવતા ખરેખર આહિર સમાજના જ માણસો છીએ. બારોટના ચોપડાઓમાં દિકરીની લેતીદેતી આહિર સમાજ જોડે ચાલુ છે.
આ બાબતે અમોએ અવારનવાર આહિર સમાજના આગેવાનોને રજૂઆત કરી હોય પરંતુ કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી અને તેમના ઉપરના અત્યાચારો અને ત્રાસદાયક કૃત્ય આજની તારીખે પણ ચાલુ છે અને આ રીતે જો અત્યાચારો ભવિષ્યમાં પણ ચાલુ રહે તો અમારે જીવન જીવવું મુશ્કેલ બનશે અને અમો 23 અટકના આહિર સમાજના માણસોએ સહકુટુંબ પરિવાર સાથે આત્મહત્યા કરવી પડે તેવા સંજોગો થઈ રહ્યા છે અને આવા અત્યાચારો સામે સામાજિક ન્યાય મળે તે હેતુથી હાલ આ આવેદનપત્ર આપેલ છે.
સ્વ.પેથલજીભાઇ ચાવડાએ ઠરાવ કર્યો હતો
અહિર સમાજના ભિષ્મ પિતામહ સ્વર્ગીય પેથલજીભાઈ ચાવડાની આગેવાની હેઠળ 1990 ની સાલમાં અમોને આહિર સમાજના મુખ્ય પ્રવહમાં સામેલ કરવા માટે થઈને હજારો માણસોની વચ્ચે ઠરાવ પણ કરેલ હતો. આવી રીતે અમુક અહિર સમાજના માણસોને આહિર સમાજના દિકરા-દિકરીતી લેતી-દેતી થતા તથા આહિર સમાજમાં સાથે મળીને રહેતા હોય જે બાબતનો ખાર રાખી અમોને આહિરા હજામ કે ખાલી હજામ જેવા અપમાનીત શબ્દો બેલી હાલ આહિર સમાજના અમુક માથાભારે શખ્સો દ્વારા અમારા સમાજના માણસોના ઘરે જઇ ધાક-ધમકી આપે છે અને અમે આહિર નથી માત્ર હજામ છીએ તેવું બોલાવી અને વિડીયો ઉતારીને વાયરલ કરે છે.