MANDVI : માંડવીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં એક મહિનાથી વધારે સમયથી પાસબુક નો સ્ટોક ખલાસ. ચાર દિવસ પહેલા માત્ર ૧૦૦(એકસો) પાસબુક આવી હતી તે પાસબુક એક જ દિવસમાં ખલાસ થઈ ગઈ. માસિક આવક યોજના – એન.એસ.સી. અને ટાઈમ ડિપોઝિટમાં રોકાણ કરનારને પાસબુક આપી શકાતી નથી.
MANDVI: માંડવીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં એક મહિનાથી વધારે સમયથી પાસબુક નો સ્ટોક ખલાસ થઈ જતા માસિક આવક યોજના(M.I.S.) નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ(N.S.C.) અને એક વર્ષની ટાઇમ ડિપોઝિટ, બે વર્ષની ટાઈમ ડિપોઝિટ, ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝિટ તથા પાંચ વર્ષની ટાઈમ ડિપોઝિટ(T.D.)માં રોકાણ કરનારા ને પાસબુક આપી શકાતી નથી. તેથી પોસ્ટ ઓફિસમાં રોકાણ કરનારા રોકાણકારોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે.
ચાર દિવસ પહેલા માત્ર ૧૦૦(એકસો) પાસબુક આવેલ હતી તે પાસબુકો એક જ દિવસમાં ખલાસ થઈ ગઈ હતી. કારણ કે માંડવીની મુખ્ય પોસ્ટ ઓફિસની અંડરમાં 13 જેટલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસ આવેલી છે તેને પાસબુકો આપવી પડે છે.
માંડવીની મુખ્ય પોસ્ટ ઓફિસને ઝડપથી પૂરતી સંખ્યામાં પાસબુકોનો સ્ટોક અપાય એમ માંડવીના રોકાણકારો ઇચ્છતા હોવાનું MANDVI માંડવી એજન્ટ એસોસિએશન પ્રમુખ દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી એમ.જી.શાહ, મંત્રી મધુબેન નાકર, ખજાનચી મુકેશભાઈ લીયા અને સહમંત્રી જયપ્રકાશભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું.