રૂા. એક કરોડથી વધુ ખર્ચે વિવિધ વિકાસના કામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ ગામની માધ્યમિક શાળામાં યોજવામાં આવ્યો હતો.
ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, દરમહિને લાખો રૂપિયાની પ્રોફેશનલ ટેક્સની આવકનાં કારણે પંચાયત સમૃદ્ધ બની છે. ગામના આગેવાન અસલમભાઇ તુર્કે કહ્યું કે, પંચાયતની ચૂંટણી બાદ બહેનોને સિલાઇ મશીનની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ લીધેલી મહિલાઓ કાર્યક્રમમાં લીલા રંગના વત્રો પહેરી ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ધ્રબના આગેવાનો સાથે તા.પં.ના સદસ્ય અલીમામદભાઇ તુર્ક, ગની દાઉદ, પૂર્વ સદસ્ય મજીદભાઇ તુર્કનું સન્માન કરવામાં આવ્યું હતું. જિ. પંચાયત – તા. પંચાયત, ગ્રામ પંચાયતના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અશરફ અને ઇસ્માઇલ તુર્કે, આભારવિધિ અપ્રોઆ તુર્કે, જ્યારે વ્યવસ્થામાં સહયોગ ગામના યુવાનોએ આપ્યો હતો. અસલમભાઇ તુર્કનું વિશિષ્ટ સન્માન કરી તેમની સેવાને બિરદાવવામાં આવી હતી.