Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની નાપાક હરકત, મસ્જિદમાં અઝાન આપી રહેલા પૂર્વ SSPને ગોળી મારી
સારવાર દરમિયાન SSPએ જીવ ગુમાવ્યો સૈન્યએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી
Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ નાપાક હરકત કરતાં બારામુલ્લાના ગેંટમુલ્લા, શીરી ખાતે એક સેવાનિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ શફીની ગોળી મારી હત્યા કરી દીધી હતી. તેઓ મસ્જિદમાં જ્યારે અઝાન આપી રહ્યા હતા તે સમયે જ આ કૃત્ય કરાયું હતું અને તેમને ગોળી ધરબી દેવામાં આવી. આ દરમિયાન ઘાયલ થયા હતા જે બાદમાં સારવાર વખતે મૃત્યુ પામી ગયા.
Jammu Kashmir : સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરાઈ
આ આતંકી હુમલાના તાત્કાલિક બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારે ઘેરી લીધો હતો અને હુમલામાં સામેલ આતંકીઓને પકડી પાડવા માટે શોધખોળ અભિયાન હાથ ધર્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલે ટ્વિટ પણ કરી હતી અને લોકોને આ વિસ્તારથી દૂર રહેવા સલાહ આપી હતી.
Jammu Kashmir : રાજૌરીમાં પણ થયો હતો આતંકી હુમલો
Jammu Kashmir : ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાતે રાજૌરીમાં આતંકીઓએ સૈન્યના બે વાહનો પર ઓચિંતો હુમલો કરી દીધો હતો. જેમાં 4 જવાનો શહીદ થયા હતા અને 3 ઘવાયા હતા.