Karachi : મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદને કરાચીમાં Karachi ઝેર આપવામાં આવ્યું છે. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.
Karachi : હકીકતમાં સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદ ઈબ્રાહિમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેને ઝેર આપ્યું છે. જેના કારણે દાઉદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દાઉદની ગેંગના ભૂતપૂર્વ સભ્યએ પુષ્ટિ કરી કે દાઉદ ગંભીર બીમારીને કારણે કરાચીની Karachi હોસ્પિટલમાં દાખલ છે, તેને બે દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે અને જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો છે ત્યાં કોઈને જવાની મંજૂરી નથી. માત્ર ઉચ્ચ અધિકારીઓ અને પરિવારના નજીકના લોકો જ ત્યાં જઈ શકશે. મીડિયાના રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે દાઉદને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જો કે હજુ સુધી આ સમાચારની કોઈએ પુષ્ટિ કરી નથી.