Mandvi તા. 16/12
માંડવીના બાબાવાડીમાં આવેલા સુમતિનાથ જીનાલયની 27 મી વર્ષગાંઠે ધ્વજારોહણ તેમજ અઢાર અભિષેકનો કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે ઉલ્લાસભેર ઉજવાયો હતો.
પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત પુણ્યદર્શનાશ્રીજી મહારાજ સાહેબ આદીઠાણા ૩ અને પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતી આદિઠાણા ૪ની પાવન નિશ્રામાં તાજેતરમાં સવારના ૮ વાગ્યે અઢાર અભિષેકનો શુભારંભ થયો હતો. જ્યારે ૯ કલાકે સતરભેદી પૂજા ભણાવાઇ હતી. જ્યારે 11:15 કલાકે કાયમી ધ્વજારોહણ નો લાભ માતુશ્રી નાંઢુબેન રવિલાલ તારાચંદ શાહ પરિવાર (હસ્તે:- કુમારી મૃદુલાબેન) એ લીધો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
અઢાર અભિષેક નો લાભ શ્રી બાબાવાડી જૈન સંઘના પરિવારો એ લીધો હતો. વિધિકાર તરીકે અંજારથી શ્રી સુરેશભાઈ ગઢેચા માંડવી પધાર્યા હતા. જ્યારે સંગીતકાર તરીકે નિશાબેન સંઘવી એન્ડ પાર્ટી એ સંગીતની રમઝટ બોલાવી હોવાનું શ્રી સુમતિનાથ જીનાલય – શ્રી બાબાવાડી જૈન સંઘના પ્રમુખ ચેતનભાઇ વોરા, મંત્રી સંજયભાઈ મહેતા (ડગાળાવાલા) અને ખજાનચી મનસુખભાઈ જી. શાહે જણાવ્યું હતું.
આ પ્રસંગે બાબાવાડી જૈન સંઘ તેમજ આમંત્રિત મહિમાનો માટે સ્વામીવાત્સલ્ય નો લાભ માતૃશ્રી નાંઢુબેન રવિલાલ તારાચંદ શાહ પરિવાર (હસ્તે:- કુમારી મૃદુલાબેન) એ લીધો હતો.
ધ્વજારોહણ પ્રસંગે જમણી બાજુ વામર ઢાળવાનો લાભ પૂર્ણિમાબેન વ્રજલાલ સંઘવી પરિવારે, ધૂપનો લાભ મીઠીબેન ગોકલદાસ શાહ પરિવારે, દીપકનો લાભ પૂર્ણિમાબેન વ્રજલાલ સંઘવી પરિવારે, સૂર્યદર્શનનો લાભ નાંઢુબેન રવિલાલ તારાચંદ શાહ પરિવારે, ચંદ્રદર્શનનો લાભ સરસ્વતીબેન શાંતિલાલ રાંભીયાએ, આરતીનો લાભ માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) એ, મંગલદીવાનો લાભ જય તલકશી મામણીયા પરિવારે અને શાંતિકળશ નો લાભ પૂર્ણિમાબેન વ્રજલાલ સંઘવી પરિવારે લીધો હતો.
કાર્યક્રમની સુપેડે પાર પાડવા બાબાવાડી જૈન સંઘના ભાઈઓ તથા બહેનો તેમજ હેતલભાઈ પી. શાહ અને દર્શનભાઈ ધર્મેન્દ્રભાઈ શાહે લીધો હોવાનું દિનેશભાઈ મણીલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.