Shrimali Brahmin Vidya Mandir Trust
Mandvi : શ્રીમાળી બ્રાહ્મણ વિદ્યા મંદિર ટ્રસ્ટ માંડવી દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજી હોલ ખાતે સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજાયો. શરૂઆતમાં પ્રમુખશ્રી યોગેશભાઈ ત્રિવેદી તથા આયાર્યશ્રી પ્રભુલાલભાઇ ત્રિવેદી સાથે કારોબારીના સભ્યોએ દીપ પ્રાગટ્ય કરેલ. કું. ખનક ત્રિવેદી તથા કું. હેત્વી ઓઝાએ ગણપતિ વંદના તથા સરસ્વતીની સુંદર સ્તુતિ પ્રસ્તુત કરી ત્યારબાદ જ્ઞાતિના બાલ મંદિરથી કોલેજના તમામ વિદ્યાથીઓને સન્માવવામાં આવ્યા. જયારે રાજ વ્યાસ સૈન્યમાં સારી કામગીરીને બિરદાવી તેમને તથા અશોકભાઈ ત્રિવેદીને દુબઈ સન્માન થતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું. માસ્ટર અનન્ય તુષાર વ્યાસે કાવ્ય પઠન કર્યું. ઉપપ્રમુખશ્રી જયેશભાઈ ત્રિવેદીએ સાંપ્રત સમયમાં શિક્ષણ અનુરૂપ વાતાવરણ બનાવવામાં ઘરના સભ્યોની જવાબદારી જણાવી. પ્રમુખશ્રી યોગેશભાઈ ત્રિવેદીએ શિક્ષણ એજ ઉધ્ધાર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મુક્યો તેમજ કારોબારી સભ્ય સ્વ. અશ્વિનભાઈ ઓઝાને તેના આકસ્મિક નિધન બદલ શ્રધ્ધા સુમન અર્પણ કર્યો. કૈલાશભાઈ ઓઝા,કેતનભાઈ ઓઝા તેમજ પ્રભુલાલભાઈ ત્રિવેદીએ પ્રસંગ અનુરૂર વક્તવ્ય આપ્યું. મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી ભારતીબેન ત્રિવેદીએ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન મંત્રીશ્રી મુકેશભાઈ ત્રિવેદીએ કર્યું હતું જયારે આભારવિધિ મયુરભાઈ ત્રિવેદી તેમજ હરેશભાઈ ત્રિવેદીએ કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશભાઈ ઓઝા, ધનશ્યામભાઈ ઓઝા તેમજ દર્શન ઓઝા જહેમત ઉઠાવી હતી તેવું શ્રી દિનેશભાઈ શાહની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.