બોલીવૂડ એક્ટર રણબીર કપૂર, રશ્મિકા, અનિલ કપૂર અને બોબી દેઓલ સ્ટારર બોલીવૂડ ફિલ્મ ‘એનિમલે’ (Animal) બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી દીધો છે. સંદીપ પેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આવનારા દિવસોમાં મોટામાં મોટી ફિલ્મોનો રેકોર્ડ તેડે એવી શક્યતા છે. જોકે એવું અત્યાર સુધીનું બોક્સ ઓફિસ કલેક્શન પરથી એવું લાગી રહ્યું છે.
‘એનિમલ’ને ( Animal ) હજી પાંચ દિવસ થયા છે અને એ વર્લ્ડ વાઇડ રૂ. 500 કરોડની નજીક પહોંચી ગઈ છે. ઘરેલુ બોક્સ ઓફિસ પર છઠ્ઠા દિવસની કમાણી રૂ. 300 કરોડને પાર થાય એવી શક્યતા છે. આ ફિલ્મને સેન્સર બોર્ડનું એડલ્ટ સર્ટિફિકેટ મિલાસ મળ્યું છે, પરંતુ એને લઈને ફુલ ક્રેઝ બનેલો છે. એમાં ફિલ્મના ટ્રેલરની પણ મોટી ભૂમિકા છે.
‘એનિમલ’થી (Animal) પાંચ દિવસની કમાણી જોઈએ તો – પહેલા દિવસે રૂ. 63.8 કરોડ, બીજા દિવસે રૂ. 66.27 કરોડ, ત્રીજા દિવસે રૂ. 71.46 કરોડ, ચોથા દિવસે રૂ. 43.96 કરોડ અને પાંચમા દિવસે રૂ. 38.25 કરોડ. આમ ઘરેલુ બોક્સ ઓફિસ પર કલેક્શન રૂ. 283.74 કરોડ અને દેશની બહાર ફિલ્મનું કલેક્શન રૂ. 200 કરોડની આસપાસ થયું છે. આ સાથે પાંચ દિવસમાં કુલ કલેક્શન રૂ. 486 કરોડ થયું છે. ‘એનિમલ’ની ખાસ વાત એ છે કે એ ફિલ્મ વગર કોઈ સ્પેશિયલ હોલિડેના એક સામાન્ય વીકએન્ડે રિલીઝ થઈ છે, પરંતું આ ફિલ્મનું ટ્રેલર બહુ લોકપ્રિય થયું છે. ફિલ્મનું ટ્રેલર લોકોને એટલું પસંદ પડ્યું છે કે એડવાન્સ બુકિંગ જબરદસ્ત રહ્યું છે.