માંડવી નગરપાલિકા કારોબારી સમિતિની બેઠક ચેરમેન વિશાલ ઠકકરના અધ્યક્ષ સ્થાને મળેલ હતી

માંડવી નગરપાલિકા કારોબારી સમિતિની બેઠક ચેરમેન વિશાલ ઠકકરના અધ્યક્ષ સ્થાને મળેલ હતી.

જેમાં વિવિધ વિભાગોના આવેલ પ્રકરણો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી

આજની બેઠકમાં ગત ચોમાસામાં વરસાદી કેનાલની સફાઈ, કેનાલ રિપેરીંગ, લેગેસી વેસ્ટ મેનેજમેન્ટ, પ્રોપર્ટી ટેક્ષ વિભાગ ધ્વારા મિલ્કત ધારકોના નામ તબદીલના પ્રકરણો રજુ કરવામાં આવેલ. જેમાં જે મિલ્કતોના દસ્તાવેજી આધારો બરાબર હોઈ જેને મંજુરી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાંધકામ વિભાગ ધ્વારા જવાહર માર્ગ પર ભીડ બજાર થી લાકડા બજાર સુધી ગટર લાઈનની કામગીરીમાં અગાઉ ૩૦૦ એમ.એમ. વ્યાસના આર.સી.સી. પાઈપ મંજુર થયેલ હતા. જે સ્થાનિક વેપારીઓની માંગણી પ્રમાણે સદર કામ અન્વયે ૪૫૦ એમ.એમ.વ્યાસના આર.સી.સી. પાઈપ નાખવા માંગણી કરેલ હતી.જે માંગણી અંગે ચર્ચા કરી ગટર યોજનાનો ખર્ચ રૂા.૫,૦૦,૦૦૦/- થશે જેની બહાલી આપવામાં આવી હતી.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાશ યોજના યુ.ડી.પી. ૫૬ વર્ષ – ૨૦૦૯-૨૦૧૩ હેઠળ ભુજ રોડ પર બાપા સીતારામ મહુલી થી જૈન આશ્રમ, નલીયા રોડ પર શીતલા ઓકટ્રોય ચોકી થી ગઢશીશા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણ નગર સુધી પીવાના પાણીની લાઈન પાથરવામાં આવેલ. જેમાંથી બચત રહેલ પાઈપને સંસ્કાર નગરમાં દિલીપભાઈ ધોળુના ઘ૨થી ઘનશ્યામ નગર સાર્વજનિક ચોક સુધી તેમજ જૈન આશ્રમ થી પીયાવા રોડ સુધી પીવાના પાણીના પાઈપ પાથરવા મંજુરી આપવા ચર્ચા વિચારણા કરવામાં આવેલ.

દાદાની ડેરી પાસે મહારાણા પ્રતાપની પ્રતિમા મુકવાના કામને બહાલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત નગરપાલિકાના રોટરી કલબ સંચાલિત બગીચામાં શહીદ માણશી ગઢવીની પ્રતિમા મુકવાની કામગીરીને મંજુરી આપવામાં આવેલ. માધવ નગર મધ્યે ચોમાસા દરમ્યાન વરસાદી પાણીના નિકાલ માટે કુવો બનાવવા કામને મંજુરી આપવામાં આવેલ છે. ડિસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશન ધ્વારા વર્ષ – ૨૦૨૨-૨૦૨૩ અંતર્ગત ફાળવવામાં આવેલ રકમમાંથી શેઠ સુરજી વલ્લભજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કંપાઉન્ડ વોલની કામગીરી કરવા નિર્ણય કરવામાં આવેલ. ૧૫મું નાણાપંચ વર્ષ – ૨૦૨૧-૨૦૨૨ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં સી.સી.રોડ તથા પેવર બ્લોકની કામગીરીને બહાલી આપવામાં આવેલ. વોર્ડ નં. – ૯ માં જબલેશ્વર કોલોની, મેઘ મંગલ નગર, શિવાજી નગર, વલ્લભ સોસાયટીમાં આવેલ સાર્વજનિક પ્લોટ પર ટ્રી ગાર્ડ લગાડવવા.

તેમજ બાળકો માટે રમત ગમતના સાધનો મુકવા. વોર્ડ – ૯માં જુદા જુદા વિસ્તારોમાં ગાર્બેજ કન્ટેઈનર લાગડવા, શહેરમાં આવેલ સી.સી. કેમેરા રિપેરીંગ કામ અન્વયે આવેલ ભાવ મંજુરી અર્થે રજુ કરવામાં આવેલ જેને બહાલી આપવામાં આવેલ છે. શહેરમાં આવેલ મહિલા શૌચાલય નિ : શુલ્ક કરવા નિર્ણય લેવામાં આવેલ તેમજ શહેરી વિસ્તારના ટર્નિંગ પોઈન્ટ પર રોડ મિરર લગાડવવા કામે રૂા. ૨.૫૦ લાખ મંજુર કરવામાં આવેલ છે. આ બેઠકમાં પ્રેમજી કેરાઈ, જિજ્ઞેશ કષ્ટા, પારસ સંઘવી, વિજય ગઢવી, જશુબેન હિરાણી, વિગેરે ચર્ચામાં ભાગ લીધેલ હતો. ઈન્ચાર્જ હેડ કલાર્ક ચેતન જોષી, ઘરમશી મહેશ્વરી, મયુરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *