કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે ભૂકંપનો આંચકો અનુભવ્યાં બાદ હવે ફરી એકવાર આજે સવારે કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે. વિગતો મુજબ આજે સવારે કચ્છના ધોળાવીરા નજીક ધરતીકંપ આવ્યો હતો. આ અગાઉ ગઈકાલે પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિલોમીટર દૂર નોંધાયું હતું.