18મી નવેમ્બર ને શનિવારના રોજ માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે જૈનાચાર્ય કલાપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબની તૃતીય સ્વર્ગારોહણ તિથિ ભક્તિ ભાવપૂર્વક ઉજવાશે.
શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે, પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી પુણ્યદર્શનાશ્રીજી મહારાજ સાહેબ આદીઠાણા ૩ની પાવન નિશ્રામાં, પરમ પૂજ્ય ગચ્છાધિપતિ મધુરભાષી આચાર્ય ભગવંત કલાપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબની તૃતીય સ્વર્ગારોહણ તિથિ તા. 18/11 ને શનિવારના ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે.
તા 18/11 ની શનિવારના સવારના 7:15 કલાકે, પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી પુણ્યદર્શનાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા ૩ તથા શ્રાવક-શ્રાવિકા દ્વારા ગુણોનુવાદનો કાર્યક્રમ યોજાયો છે. વ્યાખ્યાન દરમિયાન મહાવીર સ્વામી જિનાલયના ધ્વજાના ચડાવા લેવામાં આવશે.
સવારે 10 વાગ્યે સામૂહિક જાપ તથા બપોરે 12:00 કલાકે પાંચેગચ્છ ના આયંબિલ કરાવવાનો લાભ માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ ડગાળાવાલા એ લીધેલ છે. આયંબીલ આયંબિલ શાળામાં કરાવવામાં આવશે. બપોરે ૩ કલાકે, વર્ધમાન ઉપાશ્રયમાં દેવ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું છે.